તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Controversy Over Vaccine Tokens Being Distributed To Relatives; Reprimanded From Above, He Finally Admitted The Mistake And Assured Not To Do It Again

BJP કોર્પોરેટરની વહાલા-દવલાંની નીતિ:રસીના ટોકન સગાં-પરિચિતોને વહેંચી દેતા વિવાદ; ઉપરથી ઠપકો મળતા આખરે ભૂલ સ્વીકારી ફરી આવું નહીં કરવા ખાતરી આપી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રસીકેન્દ્રો પર રોજ સ્ટોક ખૂટવાની ફરિયાદો વચ્ચે કોર્પોરેટરના પગલા સામે રોષ

શહેરના અનેક રસીકેન્દ્ર પર બપોર સુધીમાં રસી ખલાસ થઈ જવાની ફરિયાદો અને રજિસ્ટ્રેશન વગર કોઈને પણ રસી ન મળતી હોવાની સ્થિતિ વચ્ચે અમદાવાદ પૂર્વના ભાજપના જ એક કોર્પોરેટરે વેક્સિનેશન સેન્ટર પરથી ટોકનો લઈ પરિચિતો અને સગાને વહેંચી દેતા વિવાદ થયો છે. કોર્પોરેટરે ટોકન લેતી વખતે લોકોમાં વહેચવાની છે તેવો દાવો કર્યો હતો. જોકે કોર્પોરેટરના આ પગલાં સામે લોકોએ વાંધો ઉઠાવતા ભાજપમાં ઉચ્ચકક્ષાએથી કોર્પોરેટરને સ્થાનિક સંગઠન સાથે મળીને કામ કરવાની સૂચના આપવામાં આવી હતી. આખરે કોર્પોરેટરે પોતાની ભૂલ સ્વીકારી હવે આવું નહી કરવાની ખાતરી આપી હતી.

શહેરના પૂર્વના વિસ્તારમાં ભાજપના જ કેટલાક કાર્યકરો પોતાના પરિચિતોને લઇને વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા જોકે ત્યાં ટોકન નહીં મળતાં પૂછપરછમાં જાણાવા મળ્યું હતું કે ટોકન તો ભાજપના કોર્પોરેટર લઇ ગયા છે. જે બાદ તેમણે ભાજપના કોર્પોરેટરને ટોકન આપવા માટે કહેતાં તેમણે કહ્યું કે, ટોકન તો ખલાસ થઇ ગયા છે. આ સમગ્ર બાબતે બારે વિવાદ ઉભો કર્યો હતો. જે વિવાદનો મામલે છેક શહેર સમિતિ સુધી પહોંચ્યો હતો.

કોર્પોરેટરોએ હવે ટિફિન સેવા શરૂ કરી
કોરોના કાળમાં કોર્પોરેટર તેમજ અન્ય ભાજપના પદાધિકારીઓ પ્રજાની વચ્ચે નહીં દેખાયા હોવાની તેમજ લોકોની ભારે નારાજગી બાદ લોકો સાથે પુન: સંવાદ શરૂ કરવા માટે લોકોની વચ્ચે કાર્યકરવા માટે સૂચના આપવામાં આવી હતી. આખરે અનેક વિસ્તારમાં હવે ભાજપના કાર્યકરો અને કોર્પોરેટર દ્વારા કોરોના સંક્રમિતોના ઘરે ટિફિન પહોંચડવાની સેવાઓ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...