વિવાદ:અમદાવાદ રિવરફ્રન્ટ પર પક્ષીઓ માટે માંસના ટુકડા ફેંકાતા વિવાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયોમાં દેખાતા દંપતીની શોધખોળ શરૂ

રિવરફ્રન્ટ પર એસવીપી હોસ્પિટલ પાસે એક્ટિવા પર આવેલું એક દંપતી કાગડા-સમડીઓ માટે માંસના ટુકડા ફેંકીને જતાં વિવાદ સર્જાયો છે. રિવરફ્રન્ટ ઉચ્ચ અધિકારીઓએ સિક્યોરિટી સંસ્થાને આ અંગે તત્કાલ તપાસ કરવાની સૂચના આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એસવીપી હોસ્પિટલ પાસે ગઇ કાલે બપોરે એક્ટિવા પર આવેલાં એક દંપતીએ પોતાના થેલામાંથી માંસના લોચા જાહેરમાં રિવરફ્રન્ટના ખુલ્લા પ્લોટમાં નાખતા ત્યાં કાગડા-સમડીઓનું ઝુંડ ઉતરી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં રિવરફ્રન્ટના ઉચ્ચ અધિકારીઓએ તે સમયે ફરજ માટે મુકેલી સીક્યોરિટી એજન્સી પાસે અહેવાલ માગ્યો હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...