પેઇન્ટિંગ પર વિવાદ:ઉદયપુરમાં ગાંધીજીના પેન્ટિંગમાં ગોધરાકાંડના ચહેરા મુકાતા વિવાદ

અમદાવાદ/ઉદયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયપુરના કલાકારે 11 વર્ષ પહેલાં બનાવેલું પેઇન્ટિંગનું ઉદયપુરમાં પ્રદર્શન
  • કેટલાંક સંગઠનોએ હિન્દુ સમાજને બદનામ કરવાની કોશિશ ગણાવી

ઉદયપુરમાં ચાલી રહેલા કળા પ્રદર્શન ‘મહાત્મા ગાંધી ધ ટ્રૂ સ્પીરીટ’માં એક પેન્ટિંગ પર વિવાદ ઊભો થયો છે. આ પેન્ટિંગમાં ગાંધીજીની સાથે ગુજરાતના તોફાનોનો ચહેરો ગણાતા અશોક પરમાર સહિતા ચહેરા મૂકાયા છે.

જોકે ફેસ ઓફ ટેરર તરીકે જાણીતા બનેલી અશોક પરમારે ગાંધીજીના ચિત્રમાં તેને જોડવાની બાબતને કોમીસૌહાર્દનુ પ્રતીક ગણાવી કહ્યું હતું કે પોન્ટિંગનો હેતુ દેશને ગાંધીજીના અહિંસાનો સંદેશ આપવાનો છે. આ ચિત્રનો વિરોધ કરનારાની હું ટીકા કરુ છુ અને ચિત્ર બનાવનારા આર્ટીસ્ટની સરાહના કરું છું.

અન્ય સમાચારો પણ છે...