તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ઇંગ્લેન્ડ-ઈન્ડિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ મેચનો બીજો દિવસ, મોટેરાનું નામ બદલીને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાતાં વિવાદ

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની Ph.Dની ઓનલાઇન પ્રવેશ પરીક્ષાનો આજે બીજો દિવસ. રાજકોટમાં કોરોનાની રિ-એન્ટ્રી સામે મહાનગરપાલિકા સતર્ક, 50 જેટલા કેસ આવતાં જાહેર સ્થળોએ વધુ ટેસ્ટિંગ કરશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ50,781.69+1030.28
ડોલરરૂ.72.32-0.14
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ48,600-

આ 4 ઘટના પર રહેશે નજર
1) ઈંગ્લેન્ડ-ઈન્ડિયા વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટનો બીજો દિવસ, ક્રિકેટપ્રેમીઓની ટીમ ઈન્ડિયાની બેટિંગ પર નજર.
2) વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની Ph.D.ની ઓનલાઇન પ્રવેશ પરીક્ષાનો આજે બીજો દિવસ.
3) રાજકોટમાં કોરોનાની રિ-એન્ટ્રી સામે મહાનગરપાલિકા સતર્ક, 50 જેટલા કેસ આવતાં
જાહેર સ્થળોએ વધુ ટેસ્ટિંગ કરશે.
4) પંચાયતોની ચૂંટણીને લઈ રાજકોટ જિલ્લાના પડધરીના સરપદડમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની જાહેર સભા.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) મોટેરાનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’, 233 એકરનું સ્પોર્ટ્સ એન્ક્લેવ હવે સરદાર પટેલના નામે ઓળખાશે
અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. જોકે રાષ્ટ્રપતિ કોવિંદે જ્યારે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે સૌને સરપ્રાઇઝ કરી દીધા હતા. અત્યારસુધી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતા મોટેરાનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ડીસાના ભાજપના MLAએ કહ્યું- 'ભાજપની સરકાર કે કાર્યકર્તા સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે તો આંખ ચીરી નાખવામા આવશે'
બનાસકાંઠાના ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમયે ધમકી ભરેલા સ્વરમાં નિવેદન કરતાં વિવાદ છેડાયો છે. બનાસકાંઠામાં ડીસામાં વોર્ડ નંબર ત્રણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ કહ્યું હતું કે ભાજપની સરકાર કે કાર્યકર્તાઓ સામે આંખ ઊંચી કરીને જોશે તો તેમની આંખો ચીરી નાખીશું.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરત પાલિકામાં ભવ્ય જીત છતાં AAPની એન્ટ્રીથી ભાજપ-પ્રમુખ પાટીલ નારાજ, વેદના સાથે 'કોંગ્રેસ'ને કૂતરું અને 'આપ'ને બિલાડું કહ્યું
સુરત મનપામાં ભાજપે એકહથ્થું શાસન જાળવી રાખ્યું છે. છેલ્લાં 25 વર્ષથી પાલિકામાં રાજ કરતી ભાજપનો 93 બેઠકો પર વિજય થયો છે. જોકે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષને આ વિજય કરતાં આમઆદમી પાર્ટીની સુરતમાં થયેલી એન્ટ્રી રુચિ ન હોય એવું નિવેદન આપ્યું છે. મતદારોનો આભાર માનતી વખતે પાટીલે કહ્યું હતું કે કૂતરું કાઢતાં બિલાડું પેસી ગયું છે. આ કહેવત કહેતાં તેમણે આડકતરી રીતે કોંગ્રેસને કૂતરું અને આપને બિલાડું કહીને બળાપો વ્યક્ત કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) આ છે સુરત મહાનગરપાલિકાનાં સૌથી નાનાં કોર્પોરેટર, AAPની પાયલ સાકરિયા ફિલ્મમાં પણ કરી ચૂકી છે કામ
સુરત મનપાના પરિણામોએ બધાને ચોંકાવી દીધાં છે. આમઆદમી પાર્ટીની 27 બેઠક પર જીત થઈ છે, જેમાં સૌથી નાની ઉંમર એટલે કે 22 વર્ષીય પાયલ સાકરિયા વોર્ડ નં-16માં જીત મેળવી કોર્પોરેટર બની છે. ભાજપના પ્રતિસ્પર્ધીને પાયલ સાકરિયાએ 9669 મતની લીડથી હરાવીને વિજય હાંસલ કર્યો છે.પાયલ ગુજરાતી અને હિન્દી આલ્બમમાં અને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદ હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે, નારણપુરામાં 458 કરોડના ખર્ચે 18 એકર જમીનમાં બનશે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદઘાટન કર્યું છે તેમજ હવે અમદાવાદ ભારતમાં સ્પોર્ટ્સ સિટીના નામથી ઓળખાશે. શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ, એશિયાડ, ઓલિમ્પિક જેવી સ્પોર્ટ્સ કોમ્પિટિશનો યોજાઈ શકશે. શહેરમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે. એની સાથે નારણપુરામાં 18 એકરમાં 458 કરોડના ખર્ચે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર થવા જઈ રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર.....
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તામિલનાડુ અને પુડુચેરીનો પ્રવાસ કરશે. તામિલનાડુમાં PM મોદી વીજ પરિયોજના સહિત અનેક પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.
-ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળ જશે. આ પ્રવાસ સમયે તેઓ કોલકાતામાં પાર્ટીનો મેનિફેસ્ટો સાથે સંકળાયેલા અભિયાનની શરૂઆત કરાવશે.
-ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા ટૂલકિટ કેસમાં આરોપી શાંતનુ મુલુકની જામીન અરજી પર દિલ્હી કોર્ટમાં સુનાવણી થશે.
-લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલા બે દિવસના મેઘાલય પ્રવાસ પર જશે. તેઓ આજે રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધિત કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો