• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Controversy Over Not Admitting Poor Children To Mahatma School; When AMC Allotted Space To The School, 20 Per Cent Needy Children Were Admitted

HCમાં અરજી:મહાત્મા સ્કૂલમાં ગરીબ બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ; સ્કૂલને AMCએ જગ્યા ફાળવી ત્યારે 20 ટકા જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશનું ઠેરવ્યું હતું

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મીઠાખળીમાં આવેલી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં દર વર્ષે 20 ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવાના કોર્પોરેશનના ઠરાવનું પાલન નહિ થતાં હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે, જેમાં રજૂઆત કરાઈ છે કે, 1997માં કોર્પોરેશને 30 વર્ષ માટે રૂ.1ના ભાડાપેટે બિલ્ડિંગ સ્કૂલને આપ્યંુ છે. તે વર્ષે ઠરાવ કરાયો હતો કે, દર વર્ષે 20 ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે, પરંતુ ઠરાવનો અમલ કરાતો નથી અને ગરીબ બાળકોને પ્રવેશ અપાતો નથી. ચીફ જસ્ટિસની ખંડપીઠે સ્કૂલ સંચાલકો અને ટ્રસ્ટને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલનું બિલ્ડિંગ કોર્પોરેશનની માલિકીનું છે. કોર્પોરેશને 30 વર્ષ માટે માત્ર રૂ.1ના ટોકન ભાવે બિલ્ડિંગ ટ્રસ્ટને આપ્યું છે. ગરીબ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ અાપવા કરાયેલા ઠરાવનું પાલન નહિ થતું હોવાથી બાળકોને વંચિત રહેવું પડે છે. કોર્પોરેશન ક્વોટા મુજબ જે બાળકોને સ્કૂલે મોકલવામાં આવે તેમને પ્રવેશ આપવા ઇનકાર કર્યો હતો. અરજીમાં કોર્પોરેશન ક્વોટાનાં બાળકોને નિ:શુલ્ક પ્રવેશ આપવા દાદ મગાઈ છે, જેની સુનાવણી 18 જુલાઈએ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...