તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની ચૂંટણી:અમદાવાદમાં ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલનું મતદાર યાદીમાંથી નામ ડિલીટ થતાં વિવાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટર જતીન પટેલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કોર્પોરેટર જતીન પટેલની ફાઇલ તસવીર.
  • પિતાનું અવસાન થતાં નામ ડિલીટ કરવા અરજી કરી હતી

પાટીદારોના ગઢ ગણાતા ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જતાં ચૂંટણી લડવા સામે પ્રશ્ન ઊભો થયો છે. તેમણે પિતાનું નામ કમી કરવા માટે અરજી આપી હતી. જેમાં કલેક્ટર ઓફિસ દ્વારા પિતાના બદલે તેમનું નામ જ ડિલીટ કરી દેતાં વિવાદ સર્જાયો છે.

તાજેતરમાં જતીન પટેલને મૌખિક રીતે મોવડીમંડળ દ્વારા ચૂંટણી લડવાની તૈયારી કરવા કહેવાયું હતું ત્યારે મતદાર યાદી જોતાં પોતાનું નામ ડિલીટ થઈ ગયાનું ખબર પડી હતી. હાલમાં મતદાર યાદી ફ્રીજ થઈ ગઈ છે. જો મતદાર યાદીમાં નામ નહીં ઉમેરાય તો જતીન પટેલ ઉમેદવારી કરી શકશે નહીં.

થોડા સમય પહેલાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલતો હતો ત્યારે તેમણે પોતાના પિતાનું અવસાન થતાં તેમનું નામ કમી કરવા માટે ફોર્મ ભર્યું હતું. પિતાનું નામ કમી કરવાને બદલે કલેક્ટર ઓફિસ દ્વારા જતીન પટેલના નામ પર જ ડિલીટનો સિક્કો વાગી ગયો હતો. છેલ્લી બે ટર્મથી જતીન પટેલ ઘાટલોડિયામાં સતત ચૂંટાઈ આવે છે. કલેક્ટરે કહ્યું કે, અમને રજૂઆત મળી છે અને આ અંગે તપાસ પણ શરૂ કરી છે.

ટેક્નિકલ ભૂલ હોવાથી સુધારો જરૂરી
કોર્પોરેટર જતીન પટેલે કહ્યું હતું કે, બુધવારે સાંજે મતદાર યાદીમાં નામ ચેક કર્યું ત્યારે ડિલીટ થઈ ગયાની ખબર પડી હતી. આ પછી કલેક્ટર ઓફિસમાં આ સુધારવા અરજી કરી છે. ટેક્નિકલ ભૂલ હોવાથી કલેક્ટર ઓફિસે તેમાં સુધારો કરી આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો