પરિપત્ર:સરકારી હોસ્પિટલોમાં GISFSના જ ગાર્ડ મૂકવાના નિર્ણયથી વિવાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારના પરિપત્રથી સરકારી તિજોરી પર ભારણ વધવાની શક્યતા

રાજ્યની વિવિધ હોસ્પિટલો અને દવાખાનામાં માત્ર જીઆઇએસએફએસ (ગુજરાત ઔદ્યોગિક સલામતી દળ સોસાયટી)ના જવાનો જ નિયુક્ત કરવાનો આરોગ્ય વિભાગના પરિપત્રથી સરકારી તિજોરી પર ભારણ વધવાની શક્યતા છે.

સિવિલ હોસ્પિટલમાં જીઆઇએસએફએસના પ્રત્યેક જવાનને પ્રતિ માસ 18થી 19 હજાર ચૂકવાય છે, તેની સામે પ્રાઇવેટ એજન્સીના ગાર્ડ અને હોમગાર્ડ પ્રતિમાસ માત્ર 12થી 13 હજાર ચૂકવવામાં આવે છે. એટલે કે, જીઆઇએસએફએસના પ્રત્યેક જવાન દીઠ રૂ. 5થી 6 હજારનો વધુ ખર્ચ થાય છે. સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલો અને સંસ્થામાં જીઆઇએસએફએસના જવાનો નિયુક્ત કરાયા છે, જે મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ઘણા સમયથી જીઆઇએસએફએસના 90, પ્રાઇવેટ સિક્યોરિટીના 343 અને હોમગાર્ડના 90 જવાનો ફરજ બજાવે છે. જો કે, હોસ્પિટલ તંત્ર દ્વારા જીઆઇએસએફએસ પાસે 135 જવાનોની માંગણી કરી હોવા છતાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી 90 જવાનો પૂરા પડાય છે.

10 સપ્ટેમ્બરના રોજ આરોગ્ય કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર કરીને આદેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...