• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Controversy Over Decision Made For One Company Working In Two Divisions Of AMC, Rejection Of Revised Tender In One And Extension In Other

નિર્ણયથી આશ્ચર્ય:AMCના બે વિભાગના કામના એક કંપની માટે કરેલા નિર્ણયથી વિવાદ, એકમાં રિવાઈઝ ટેન્ડર ફગાવી તો બીજીમાં મુદ્દત વધારી

પેચવર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ પેચવર્કની ટેન્ડર ફગાવી અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગે BRTS રોડ અને મુખ્ય રસ્તાઓ પર પેચવર્કની મુદ્દત વધારી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ભાજપના શાસકો અને અધિકારીઓ રોડના ટેન્ડરો મામલે માનીતા કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવતા છે. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના બે વિભાગના કામ અલગ અલગ કામ માટે એક જ કંપની મામલે અલગ નિર્ણય લેતા વિવાદ સર્જાયો છે. આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં જેટપેચર મશીનથી રોડ ઉપર પેચવર્ક કરતી અંજની રોડ પેચર્સ LLP નામની કંપનીને ઉત્તર ઝોનમાં જેટપેચરથી પેચવર્ક માટે રૂ. 2.24 કરોડ કરોડનાં રિવાઇઝ ટેન્ડરની દરખાસ્તને ફગાવી દીધી છે. પરંતુ સામે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા BRTS રોડ અને મુખ્ય રસ્તાઓ પર પેચવર્ક માટે આ જ જેટપેચર કંપનીની મુદ્દત વધારી આપવાની દરખાસ્ત મંજૂર કરતાં વિવાદ સર્જાયો છે

અંજની રોડ પેચર્સને કરોડોની દરખાસ્ત મૂકી હતી
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આધુનિક મશીનથી રોડ ઉપરનાં નાનામોટા ખાડા પૂરવા અને થીગડા મારવાની કામગીરી કરતી અંજની રોડ પેચર્સ LLP નામની કંપનીને જેટપેચર મશીનથી કામ કરાવવાનાં કરોડો રૂપિયાનાં ટેન્ડરની દરખાસ્તો મૂકવામાં આવી રહી છે. રાજકીય વગ અને અધિકારીઓની મિલિભગતથી આ ટેન્ડરો પાસ પણ થઈ જાય છે. ત્યારે આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ઉત્તર ઝોનમાં ઇજનેર ખાતાએ ઠક્કરનગર, નરોડા અને અન્ય વોર્ડમાં જેટપેચરથી પેચવર્કના કામ કરાવવા ટેન્ડર મંગાવ્યા હતા, જેમાં એક જ કંપનીએ ટેન્ડર ભર્યુ હોવાથી ઇજનેર ખાતાએ નવું ટેન્ડર મંગાવવામાં સમય જવાનાં બહાના હેઠળ વર્તમાન કોન્ટ્રાક્ટર અંજની રોડ પેચર્સ એલએલપીના અંદાજીત ભાવથી 4.50 ટકા ઓછા ભાવનાં 2.24 કરોડનાં રિવાઇઝ ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત રોડ કમિટી સમક્ષ રજૂ કરી દીધી હતી.

રિવાઈઝ ટેન્ડર મંજૂર કરવાને બદલે રિટેન્ડરની સૂચના આપી
આજે મળેલી કમિટીમાં ભાજપના શાસકોએ આ રિવાઈઝ ટેન્ડર મંજૂર કરવાને બદલે રિટેન્ડર કરાવવાની સૂચના આપી હતી. જેથી ચેરમેન મહાદેવ દેસાઈએ ઉત્તર ઝોનમાં જેટપેચરથી પેચવર્કનાં કામ માટેની દરખાસ્ત પરત કરી રિ-ટેન્ડર કરવા સૂચના આપી હતી. આજ કમિટીમાં બ્રિજ પ્રોજેક્ટ વિભાગે BRTS રોડ, મોડલ રોડ અને અન્ય રોડ, બ્રિજ ઉપર પડેલાં નાનામોટા ખાડા પૂરવા અંજની રોડ પેચર્સ LLP કંપનીના ટેન્ડરની અગાઉ 50 ટકા મુજબ એટલે કે 180 દિવસની મુદત વધારી આપી હતી. ત્યારબાદ ઇજનેર ખાતાની માનીતી કંપનીએ કોરોના અને ચોમાસાનાં બહાના હેઠળ કામગીરી નિયત સમયમાં થઇ શકે તેમ નથી તેવા કારણો આગળ ધર્યા હતા. તો બ્રિજ પ્રોજેક્ટ વિભાગે પણ નવું ટેન્ડર બહાર પાડવાને બદલે અંજની જેટપેચર કંપનીને વધુ 180 દિવસની મુદ્દત લંબાવી આપવાની દરખાસ્ત રોડ કમિટી સમક્ષ રજૂ કરી હતી. જેને મંજૂર કરી દેવામાં આવી હતી. એક જ કંપની છતાં અલગ અલગ રીતે નિર્ણય લેવાતાં અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...