કોરોનાનો કહેર:ગુજરાત હાઇકોર્ટના 3 જજ કોરોના પોઝિટિવ આવતાં 23મીએ ફિઝિકલ કોર્ટ શરૂ થવા અંગે અસમંજસ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટની કામગીરી શરૂ થાય તે પહેલાં સમગ્ર સ્ટાફનો કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવશે

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થયો છે. આગામી 23મી નવેમ્બરે હાઈકોર્ટમાં ફિઝીકલ કામગીરી શરુ થવાની છે. ત્યારે હાઈકોર્ટના ત્રણ જજ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. અગાઉ પણ હાઈકોર્ટમાં સ્ટાફના કેટલાક માણસો કોરોના સંક્રમિત થયાં હતાં.

23મી નવેમ્બરે ફિઝિકલ કામગીરી અંગે ફરી વિચારણા
હાઇકોર્ટના જે ત્રણ જ્જ કોરોના સંક્રમિત થયા છે તેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ, જસ્ટિસ જી.આર.ઉધવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આગામી 23મી નવેમ્બરે કોર્ટની ફિઝીકલ કામગીરી શરૂ થવા અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. હવે કોર્ટ શરુ કરવા માટે ફરીવાર વિચારણા કરવામાં આવી રહી છે.

કોર્ટ શરૂ થાય તે પહેલાં તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ થશે
કોર્ટના ત્રણ જજ કોરોના સંક્રમિત થતાં હવે કોર્ટની કામગીરી શરૂ થાય તે પહેલાં તમામ સ્ટાફના કોરોના રીપોર્ટ કરાશે. તે ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે કોર્ટની કામગીરી શરૂ કરવામાં આવશે.