શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરમાં ગત શનિવારથી સવારે 9થી 4 સુધી દર્શનનો સમય નક્કી કરી મંદિર ખોલવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ શનિવારે આઇકાર્ડ બાબતે વિવાદ સર્જાયો હતો. મંદિરમાં પ્રવેશનાર કુુટુંબના પ્રત્યેક સભ્ય પાસે મંદિરના ગાર્ડે ફોટો આઇકાર્ડ માગ્યું હતું. તેમની દલીલ હતી કે, કેન્ટોનમેન્ટ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટીઓની સૂચનાથી મંદિરમાં પ્રવેશ માટે પ્રત્યેક સભ્યે આઇકાર્ડ બતાવવું ફરજિયાત છે. જોકે આ બાબત મંદિર ટ્રસ્ટીના સભ્યના ધ્યાનમાં આવતા મુખ્ય દરવાજા પાસે જાતે જઇને સિક્યોરિટીનો ઉધડો લીધો હતો. મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે, ટ્રસ્ટીઓએ આવો કોઇ નિયમ કર્યો નથી.
દર્શનાર્થીઓએ દલીલ કરી હતી કે, કુટુંબમાં પિતા પાસે આઇકાર્ડ હોય તો પત્ની અને બાળકોના આઇકાર્ડની જરૂર ના હોય. મંદિર સિક્યોરિટીએ આવી દલીલ પણ ગણકારી નહીં અને બોર્ડ અને ટ્રસ્ટીના નિયમ હોવાનું જણાવી જડ વલણ દાખવ્યું હતું.
એક સભ્યના આઇકાર્ડ પર કુટુંબના અન્યને પ્રવેશ આપી શકાય: કેન્ટોનમેન્ટ બોર્ડ
કુટુંબના એક સભ્યના આઇકાર્ડની ચકાસણી કર્યા પછી તે કુટુંબના અન્ય સભ્યો પાસે પણ આઇકાર્ડ માગવાની કોઇ જરૂર જ નથી. બોર્ડ તરફથી આવી કોઇ સૂચના પણ અપાઇ નથી. એક સભ્યના આઇકાર્ડ પર કુટુંબના અન્ય સભ્યોને પ્રવેશ આપી શકાય. બાળકો કેપરી અથવા બરમૂડા પહેરીને પરિવારના સભ્યો સાથે મંદિરમાં દર્શન માટે પ્રવેશ લઇ શકે છે. બોર્ડ તરફથી મુખ્ય દરવાજા પાસે આવી સૂચનાઓ સાથેનું બોર્ડ પણ મુકી દેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.