તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેપારીઓના પ્રશ્ને GCCIના હોદ્દેદારોની કાર્યપદ્ધતિને પગલે સભ્યોમાં ભારે વિવાદ સર્જાયો છે. પક્ષપાત અને ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાથી સભ્યોમાં નારાજગી વ્યાપી છે. અસંતોષને પગલે ચેમ્બરના જુના હોદ્દેદારોએ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનની રચના કરી છે. હવે વેપારીઓના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવા સરકાર અને વહિવટીતંત્ર સમક્ષ રજુઆતો કરવામાં નવા ફાઉન્ડેશનના હોદ્દેદારો સચોટ રજુઆતો કરી શકે તેવી આશા બંધાઈ છે.
નવા ફાઉન્ડેશનના હોદ્દેદારોએ GCCI સંકળાયેલા હોવાનું જણાવ્યું
નવો ચોકો રચાયા બાદ ફાઉન્ડેશનના હોદ્દેદારોએ GCCI સંકળાયેલા હોવાનું જણાવ્યું છે. પરંતુ હકીકતમાં GCCIમાં ઉપેક્ષિત થયેલાઓએ અલગ અસ્તિત્વ અને નવી ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરતાં ભારે વિવાદ સર્જાયો છે. છેલ્લા કેટલાક સમયથી GCCIમાં સરકારી તંત્રની જેમ કામગીરી થઈ રહી હોય તેમજ મોટા અને વગદાર ઉદ્યોગપતિઓની સંસ્થા હોય તેની છબી વિકસી છે.
GCCIના હોદ્દેદારો નાના વેપારીઓના પ્રશ્નોમાં રસ ધરાવતા નથી
GCCIના હોદ્દેદારો નાના વેપારીઓના પ્રશ્નોમાં રસ ધરાવતા નથી. તેમજ VATના જુના કેસોમાં નોટીસ આપવા સહિતના વેપારીઓના પ્રશ્નોની રજુઆતો કરાતી નથી. નાના વેપારીઓનું હીત પણ જળવાતુ નથી. હાલમાં GCCIમાં વેપારીઓની સમસ્યાઓનો નિકાલ લાવવા માટેના નક્કર પ્રયાસો નહીં થતા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.
નાના વેપારીઓએ રજુઆત કરવાની બંધ કરી દીધી
GCCIમાં કેટલાક વગદાર લોકોના વર્ચસ્વને લીધે નાના વેપારીઓએ પોતાના પ્રશ્નોની રજુઆત કરવાની પણ બંધ કરી દીધી છે. હવે જે સભ્યોએ નવા ફાઉન્ડેશનની રચના કરી છે તેમનું એવું કહેવું છે કે તેઓ GCCI સાથે રહેશે અને નાના વેપારીઓને પોતાના પ્રશ્નો રજુ કરવા માટે એક પ્લેટફોર્મ પુરૂં પાડશે. હવે નવું ફાઉન્ડેશન આપબળે આગળ વધશે તેવી ચર્ચાઓ પણ થવા માંડી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.