કોંગ્રેસના સભ્યોની મિલીભગતનો આરોપ:જિલ્લા પંચાયત વિકાસ મુદ્દે ભાજપના સભ્યોમાં વિવાદ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિકાસના મુદ્દે ભાજપના જ સભ્યોમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. સિંચાઇ, સામાજિક સહિત કેટલીક સમિતિઓમાં સૌથી વધુ વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ સભ્યો એકબીજા પર ગેરરીતિ સાથે ગ્રાન્ટના દૂરૂપયોગના આક્ષેપ કરી રહ્યા છે. આ વિવાદમાં જિલ્લા પંચાયત કોંગ્રેસ પ્રમુખ નિષ્ક્રિય દાખવી રહ્યા છે.

જિલ્લા પંચાયતમાં 34માંથી 4 સભ્યો કોંગ્રેસના છે. પ્રમુખ પણ કોંગ્રેસના છતાં કોઇ વિરોધ નહીં કરતાં હોવાથી આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસના એક આગેવાને નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વિવિધ સમિતિઓમાં ગ્રાન્ટના મુદ્દે ભાજપના સભ્યો આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ભાજપના સભ્યોએ ગ્રાન્ટમાં ચાલતી ગેરરીતિ પણ ઉજાગર કરી છે. કોંગ્રેસના ચાર સદસ્યો શોભાના ગાંઠિયા સમાન છે.

ભાજપના એક સદસ્યએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વિવિધ સમિતિઓની બેઠકમાં ચેરમેનો કોંગ્રેસ પ્રમુખને સાચવી લેતા હોવાથી કોઇ વિરોધનો પ્રશ્ન ઉભો થતો નથી. ગ્રાન્ટની રકમનો દૂરૂપયોગ થઇ રહ્યો છે. સમિતિમાં પત્નિ ચેરમેન હોવા છતાં પતિદેવો વહીવટ કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...