ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ અને એકેડેમિક કાઉન્સિલની આજે બેઠક મળી હતી. સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં ફેકલ્ટી ડીન અને સિન્ડિકેટની ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી. કોલેજ બંધ કરવાની અરજી, પૂર્વ પ્રોફેસરને વિવાદ, નવા કોર્ષ શરૂ કરવા, ગોલ્ડ મેડલ તથા અગાઉના પેન્ડિંગ કામ અંગે ચર્ચા ચાલી હતી. જેમાંથી કેટલાક મુદ્દે નિર્ણય પણ લેવામાં આવ્યા છે.
અધ્યાપિકાની ફરિયાદો બ્લેક લિસ્ટ
આજે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વિવાદિત પૂર્વ પ્રોફેસર અને આર્ટસ ફેકલ્ટીના ડીન પી.પી પ્રજાપતિ અને અન્ય અધ્યાપિકાની ફરિયાદો બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. બંને તરફની મળેલી ફરિયાદો ખોટી સાબિત થતા બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. MSWના પૂર્વ હંગામી અધ્યાપિકા રંજન ગોહિલની ખોટી પીએચડીની ડીગ્રી અપાઈ હોવાનું સામે આવ્યું છે. એકેડેમિક કાઉન્સિલ 16 ઓર્ડિનન્સ ભંગ કરી પીએચડી ડિગ્રી અપાઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રંજન ગોહિલની પીએચડીની ડીગ્રી સ્થગિત પણ કરવામાં આવી છે.
જૂની હોસ્ટેલ પાડીને નવી બનાવવામાં આવશે
આ ઉપરાંત સિન્ડિકેટ બેઠકમાં પણ નવો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક વર્ષ સાથે અનેક સુધારા વધારા કરવામાં આવશે. બેઠકમાં હોસ્ટેલ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. યુનિવર્સિટી હોસ્ટેલ કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે તેની જગ્યાએ નવી હોસ્ટેલ બનાવવામાં આવશે. જૂની હોસ્ટેલ પાડીને નવી હોસ્ટેલ બનાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્ષની ડિગ્રી મળશે. વર્ષ 2023-24થી ગ્રેજ્યુએશન 4 વર્ષનું થશે. જેથી હવે યુનિવર્સિટી 4 વર્ષે ગ્રેજ્યુએશનની ડિગ્રી આપશે.
તમામ સ્પોર્ટ્સમાં હોલ્ડ મેડલનો સમાવેશ
યુનિવર્સિટીમાં હવે ઓફલાઇન અભ્યાસની સાથે ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવશે. ઓનલાઇન ઓન ડિમાન્ડ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થી ઈચ્છે ત્યાંથી ઘરે બેઠા બેઠા એડમિશન લઈને ભણી શકશે તથા પરીક્ષા આપી શકશે. તમામ સ્પોર્ટ્સમાં હોલ્ડ મેડલનો સમાવેશ કરવામાં આવશે. ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીઓને ફીમાં આંશિક રાહત મળે તેમજ બીજા ઘણા ફાયદા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.