તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલી મંડળે બાંયો ચઢાવી:FRC દ્વારા નક્કી કરવામાં આવેલ ફી કરતાં વધુ ફી લેનારી સ્કૂલો સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ મુજબ કાર્યવાહી કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાતના જે વાલીઓ પાસે વધુ ફી લેવામાં આવી હોય તેની પહોંચ ઈમેલ કરવામાં આવી

કોરોનાકાળમાં સ્કૂલોમાં લેવાતી ફીનો વિવાદ હજી ચાલી રહ્યો છે. ત્યારે FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી બાબતે પણ સ્કૂલો સામે વિવાદ થયો છે. ઓલ ગુજરાત વાલી મંડળે હવે ખાનગી સ્કૂલો સામે બાંયો ચઢાવી છે. વાલી મંડળ દ્વારા FRCએ નક્કી કરેલી ફીથી વધુ ફી લેનારી સ્કૂલો સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ મુજબ કાર્યવાહી કરવાની હાંકલ કરવામાં આવી છે.

કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
ખાનગી સ્કૂલો દ્વારા વધુ ફી ઉઘરાવતા FRCની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ FRC એ નક્કી કરેલ દર મુજબ જ ફી લેવા સુપ્રીમ કોર્ટ તરફથી ઑડર કરવામાં આવ્યો હતો ત્યારે કેટલીક સ્કૂલોએ ફી વધુ લીધી હોય અને હજુ પરત ના કરી હોય તેવી સ્કૂલો એ 2021-22 ના શૈક્ષણિક વર્ષમાં ફી મજરે આપવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.જે સ્કૂલો એ વધુ ફી લીધી હોય અને પરત ના કરી હોય તેવી સ્કૂલો સામે કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે.

વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો
વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો

વાલી મંડળ સુપ્રીમ કોર્ટમાં ગયું છે
જેમાં ખાનગી સ્કૂલો દ્વારા લેવામાં આવતી ફી સામે FRCની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં 2017થી FRC ની રચના કરવામાં આવેલી છે.FRC ની સામે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો હાઇકોર્ટમાં ગયા છે જ્યારે વાલી મંડળ સુપ્રીમ કોર્ટમાં ગયું છે.સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ જે અન સ્કૂલો FRC થી ત્રણ વર્ષમાં જે પણ વધારે ફી લીધી હશે તે સ્કૂલો એ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને મજરે આપવાની રહેશે. વાલી મંડળ દ્વારા કોઈપણ સ્કૂલે FRC થી વધારે ફી લીધી હશે તેવી સ્કૂલો સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના જે વાલીઓ પાસે વધુ ફી લેવામાં આવી હોય તેની પહોંચ ઈમેલ કરવામાં આવી છે.