ભાસ્કર વિશેષ:ડી માર્ટે કેરી બેગના રૂ.16 ખોટી રીતે વસૂલતા ગ્રાહક કોર્ટનો 8 ટકા વ્યાજ સાથે રૂ.2017 ચૂકવવા આદેશ

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: તેજલ અરવિંદ શુકલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાને માનસિક ત્રાસ માટે 1 હજાર અને કાનૂની ખર્ચના 1 હજાર ચૂકવવા પડશે

ડી માર્ટ જેવા સુપર માર્કેટમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત કેરી બેગ લેવા અને તેના માટે વસૂલાતા પૈસા સામે ગ્રાહક કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. ડી માર્ટમાંથી ખરીદેલી વસ્તુઓ મુકવા ખોટી રીતે લીધેલી 16 રૂપિયાની કેરી બેગ સામે ગ્રાહકે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે ડી માર્ટને 16 રૂપિયાના 8 ટકા વ્યાજ સાથે રકમ ગ્રાહકને ચૂકવવા આદેશ કર્યો છે. ગ્રાહક તકરાર નિવારણ ફોરમના જ્યુડિશિયલ મેમ્બર એમ.જે મહેતા અને મેમ્બર પ્રીતિ શાહે ડી માર્ટે કરેલી અપીલને ફગાવી દીધી હતી. ડી માર્ટે ફરિયાદીને માનસિક ત્રાસનાં 1 હજાર અને કાનૂની ખર્ચનાં 1 હજાર ચૂકવવા આદેશ કર્યો છે.

જીવરાજ પાર્ક પાસે રહેતા મહિલા વકીલે ડી માર્ટમાંથી ઇનર વેર અને સેનેટરી ચીજ વસ્તુઓની કુલ. 213 રૂપિયાની ખરીદી કરી હતી. તે મુકવા માટે ડી માર્ટે કેરી બેગના 16 રૂપિયા આપવા કહ્યું હતું. મહિલાએ ખરીદેલી ચીજવસ્તુઓ હાથમાં લઇ જઇ શકે તેમ નહોતી. તેથી કેરી બેગ ખરીદી હતી.પરતું તે હલકી ગુણવત્તાની હોવાથી ફરીથી ઉપયોગમાં આવી શકે તેવી નહોતી. ખોટી રીતે કેરી બેગના વસૂલેલા 16 રૂપિયા સામે મહિલા વકીલે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ઘરેથી લઈ જવાયેલી બેગ બહાર મૂકી દેવડાવાઈ હતી
ફરિયાદી મહિલાએ એવી રજૂઆત કરી હતી કે, ગ્રાહક હંમેશા ઘરેથી જ ખરીદી કરવા નીકળતા હોય તેવું બનતું નથી. કયારેક બહારથી ઘરે જતા ખરીદી કરવી પડતી હોય ત્યારે સાથે થેલી હોતી નથી. સુપર મોલ અને ડી માર્ટવાળાઓ ઘરેથી લઇ ગયેલી બેગ બહાર મુકવા ફરજ પાડતા હોય છે. કોર્ટે આ નીતિ સામે આકરી ટીકા કરી છે.

આદેશ છતાં ડી માર્ટ કેરી બેગના પૈસા વસૂલે છે
ડી માર્ટને રૂ.2017 દંડની રકમ ચૂકવવાનો આદેશ કરવા છતાં ડી માર્ટે કેરી બેગના 16 વસૂલવાનું ચાલુ રાખતા કોર્ટ તેની સામે કડક પગલા લેશે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને વળતર નહીં ચૂકવવું, કોર્ટનો આદેશ નહીં માનવો, જેવી હરકતો સામે કોર્ટ કડક પગલા લેશે. ગ્રાહક કોર્ટની નોટિસ આપવા છતાં કોઇ હાજર નહીં રહેતા કોર્ટે લાલ આંખ કરી છે.

અન્ય સમાચારો પણ છે...