તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચરાનો નિકાલ:ગ્યાસપુરમાં નવી લેન્ડફિલ સાઇટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ

અમદાવાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પીરાણામાંથી નીકળતા કચરા માટે સાઇટ બનાવાશે
 • નવી સાઇટમાં ખાડો કરીને કચરાનો નિકાલ કરાશે

શહેરના પીરાણા ડમ્પિંગ સાઇટ પર રોજના 1 હજાર મેટ્રિક ટન વેસ્ટને પ્રોસેસ કરવામાં આવ્યા બાદ તેટલો જ આરડીએફ હાલમાં લેન્ડફિલ સાઇટ પર કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં આ લેન્ડફિલ સાઇટ ફુલ થઈ જવાની શક્યતા હોવાથી નવી લેન્ડફિલ સાઇટ બનાવવા માટે મ્યુનિ. દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરવાના ટેન્ડરને બહાલી આપી છે.

નોંધનીય છે કે, લેન્ડફિલ સાઇટ ફેઝ-1 બનાવવાની કામગીરી કરી ચૂકેલા અનુભવી કન્સલ્ટન્ટને મ્યુનિ. દ્વારા લેન્ડફિલ સાઇટ ફેઝ-2 બનાવવા માટેના પ્લાનિંગ, ડિઝાઇનિંગ, અંદાજ તથા ટેન્ડર વગેરેની કામગીરી માટે કુલ પ્રોજેક્ટના 1.35 ટકા કન્સલ્ટન્સી ચાર્જ તથા ટેક્સ સાથેની કામગીરી સોંપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કામ રજૂ કરવામાં આવ્યું હતું. આ કામ મ્યુનિ. દ્વારા બહાલી આપવામાં આવી છે.

નવી લેન્ડફિલ સાઇટ પર ખાડા કરીને તેમાં કચરાનો નિકાલ કરવાની જોગવાઈ છે, જે માટે જરૂરી પર્યાવરણીય મંજૂરી પણ મેળવવામાં આવે છે. મ્યુનિ. દ્વારા કચરાને અલગ કરીને ત્યાં નાખવામાં આવે છે. આ જગ્યા પર વરસાદી પાણીના નિકાલ સહિતની તમામ વ્યવસ્થાનું આયોજન કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીરાણા ખાતેની ડમ્પિંગ સાઇટને કારણે ઘણા વિવાદ થયાં છે. જોકે પીરાણાનો કચરો હટાવવા માટે રાતદિવસ કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો