AMCની કામગીરી:ઈમ્પેક્ટ ફી ભરી ભોંયરામાં ઓફિસ સહિતનાં દબાણ કરી પાર્કિંગ પચાવી પાડનારી 1100 બિલ્ડિંગને મળેલી બાંધકામની મંજૂરી રદ થઈ શકે છે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • નવી પાર્કિંગ પોલિસીના અમલ પહેલાં 650 હોસ્પિટલ, 450 સ્કૂલને મળેલી મંજૂરી રદ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
  • પાર્કિંગ ન રહેતાં લોકોએ ફરજિયાત રોડ પર વાહન મુકવા પડે છે

શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા મ્યુનિ. નવા વર્ષથી પાર્કિંગ પોલિસી લાગુ કરવા જઈ રહી છે. પોલિસી તૈયાર કરતા પહેલા શહેરની એવી બિલ્ડિંગો કે, જ્યાં લોકોની ખૂબ અવર જવર રહેતી હતી એવા જાહેર સ્થળો પર રેન્ડમ સરવે કરતાં ધ્યાને આવ્યું કે, શહેરમાં 1100 જેટલી હોસ્પિટલ અને સ્કૂલોએ વર્ષ 2001 અને 2011માં ઈમ્પેક્ટ ફી ભરીને ભોંયરામાં ઓફિસો બનાવી દીધી હતી અથવા પાર્કિંગ એરિયામાં કેન્ટિન, ઓપીડી કે ગોડાઉન જેવા બાંધકામ કરી પાર્કિંગને પચાવી પાડ્યું હતું.

પાંચ મહિના અગાઉ શહેરમાં પાર્કિંગ સમસ્યાને લઈ હાઈકોર્ટે મ્યુનિ. સામે લાલ આંખ કરી ત્યારે મુખ્યમંત્રી સમક્ષ અધિકારીઓએ ઈમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઈઝ થયેલ હોસ્પિટલ અને સ્કૂલો સામે કાયદો લાવી મળેલી મંજૂરી રદ કરવા ચર્ચા થઈ હતી. હવે જ્યારે શહેરમાં ટ્રાફિક પોલિસી લાગુ થવા જઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે ફરી તે બાબતે વિચારણા શરૂ કરી, મ્યુનિ.અધિકારીઓ સાથે વિમર્શ શરૂ કર્યો છે.

શહેરી વિકાસ વિભાગ અનુસાર, શહેરમાં જાહેર સ્થળો પરની બિલ્ડિંગોનો મ્યુનિ.એ સરવે કર્યો, જેમાં 650 જેટલી હોસ્પિટલ અને 450 જેટલી સ્કૂલોમાં પાર્કિંગ એરિયા નહીં હોવાને કારણે લોકો રોડ પર આડેધડ પાર્કિંગ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. વધુ તપાસ કરતા ધ્યાને આવ્યું કે, 1100થી વધુ બિલ્ડિંગોએ જે તે સમયે ઈમ્પેક્ટ ફી ભરી પાર્કિંગ એરિયામાં બાંધકામ કરી હેતુ ફેર કરાવ્યો હતો. પાર્કિંગ પોલિસી લાગુ કરવા પહેલા કમસેકમ જાહેર સ્થળો જેવા કે, હોસ્પિટલ અને સ્કૂલોમાં ઈમ્પેક્ટ ફી ભરી પાર્કિંગ એરિયામાં દબાણ કર્યું છે તેમની સામે સરકારે કાયદો લાવી માન્યતા રદ કરવી જોઈએ.

પાર્કિંગ એરિયામાં દબાણ કરનારી સૌથી વધુ બિલ્ડિંગો સીજી રોડ પર
સી.જી.રોડ સહિત પશ્વિમ અમદાવાદમાં આવેલા મોટા ભાગના કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગ એરિયા પચાવી પાડવામાં આવ્યો છે. ખાસ કરીને 30 વર્ષ જૂની બિલ્ડિંગોમાં ભોંયરાના પાર્કિંગ રહ્યાં જ નથી. જે તે સમયે ઈમ્પેક્ટ ફી ભરીને પાર્કિંગ એરિયામાં બાંધકામ કરી દીધું હતું. મ્યુનિ.ની દ્રષ્ટિએ પાર્કિંગ એરિયામાં ગમે તે પ્રકારે દબાણ કે બાંધકામ કર્યું હોય તે બિલ્ડિંગને ડિફોલ્ટર કેટેગરીમાં મૂકી છે.

મ્યુનિ.એ ડિફોલ્ટર બિલ્ડિંગની યાદી બનાવી, ગમે ત્યારે સીલ કરી શકે છે
16 ઓક્ટોબરે રાજ્ય સરકારે મ્યુનિ.એ તૈયાર કરેલી પાર્કિંગ પોલિસીને માન્યતા આપી દીધી છે. ટૂંક સમયમાં તેનો તબક્કાવાર અમલ થશે. અમલ પહેલા ડિફોલ્ટર કેટેગરીની બિલ્ડિંગોને સીલ મારવા મ્યુનિ.એ યોજના બનાવી છે. પાર્કિંગ એરિયાનો પાર્કિંગ સિવાય અન્ય ઉપયોગ થતો હોય તેવી બિલ્ડિંગોને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. એ પછી મ્યુનિ. ગમે ત્યારે બિલ્ડિંગોને સીલ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...