તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સાબરમતી પર પૂર્વ-પશ્ચિમ અમદાવાદને જોડતા મેટ્રો બ્રિજનું બાંધકામ પૂરજોશમાં, ટૂંક સમયમાં ટ્રેક પણ પથરાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રેન ટનલમાંથી એલિવેટેડ કોરિડોર પર આવી નદી પર તૈયાર થનારા બ્રિજ પરથી જૂની હાઈકોર્ટ પાસેના સ્ટેશને પહોંચશે - Divya Bhaskar
ટ્રેન ટનલમાંથી એલિવેટેડ કોરિડોર પર આવી નદી પર તૈયાર થનારા બ્રિજ પરથી જૂની હાઈકોર્ટ પાસેના સ્ટેશને પહોંચશે
  • નદી પર બ્રિજ માટે પાણીમાં 6, રિવરફ્રન્ટ પર 2 મળી 8 પિલર તૈયાર કરાયા, વાયડક્ટ પણ ગોઠવી દેવાયા

શહેરમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં મેટ્રોના ફેઝ-1માં ઇસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ કોરિડોર મળી 40 કિલોમીટર રૂટની કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં પૂર્વ અમદાવાદને પશ્ચિમ અમદાવાદ સાથે જોડતા સાબરમતી નદી પર મેટ્રો માટે ગાંધીબ્રિજ અને નેહરુબ્રિજ વચ્ચે 300 મીટર લાંબો બ્રિજ તૈયાર કરાઈ રહ્યો છે, જે માટે નદીમાં પાણી વચ્ચે 6 પિલર અને રિવરફ્રન્ટ પર 2 પિલર મળી કુલ 8 પિલર તૈયાર કરી તેની ઉપર ટ્રેક માટે વાયડક્ટ પણ ગોઠવી દેવાયા છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, મેટ્રોના ફેઝ-1ના ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે એપેરલ પાર્કથી શાહપુર સુધી લગભગ 6.5 કિલોમીટર લાંબી ટનલ તૈયાર કરાઈ છે. શાહપુરમાં શંકર ભુવન પાસે ટનલમાંથી મેટ્રો ટ્રેન બહાર નિક્ળ્યા બાદ એલિવેટેડ કોરિડોર પર આવશે અને નદી પર તૈયાર થનારા બ્રિજ પર થઈ જૂની હાઈકોર્ટની પાછળ તૈયાર થઈ રહેલા ઈન્ટર ચેન્જ સ્ટેશન થઈ થલતેજ ગામ સુધીના રૂટ પર દોડશે.

આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે
આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે

જૂની હાઈકોર્ટ પાસે બની રહેલા મેટ્રો સ્ટેશન ખાતે ઇસ્ટ-વેસ્ટ (વસ્ત્રાલ-થલતેજ) અને નોર્થ-સાઉથ (એપીએમસી-મોટેરા) રૂટ એકબીજાને ક્રોસ કરશે અને ત્યાંથી જ પેસેન્જરો ઊતરીને ચારે દિશામાં અવરજવર કરી શકશે. એટલે કે એપીએમસીથી આવતો પેસેન્જર વસ્ત્રાલ તેમ જ થલતેજ પણ જઈ શકશે અને મોટેરાથી આવતો પેસેન્જર જૂની હાઈકોર્ટ પાસેના મેટ્રો સ્ટેશનથી વસ્ત્રાલ અને થલતેજ તરફ જઈ શકશે.

પાણીના પ્રવાહથી પિલરને બચાવવા કોફરડેમ ટેક્નિકનો ઉપયોગ કરાયો
પાણીના તેજ પ્રવાહથી બ્રિજના પિલરને નુકસાન ન થાય તે માટે કોફરડેમ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નિકની મદદથી પાણીના પ્રવાહની દિશામાં ટ્રાયએંગલ તૈયાર કરવામાં આવશે, જેથી નદીના પાણીનો પ્રવાહ ટ્રાયએંગલની મદદથી બે ભાગમાં ફંટાઈ જશે અને બ્રિજના પિલરને નુકસાન થતાં બચાવી શકાશે.

આધુનિક મશીનોનો ઉપયોગ
સાબરમતી નદી પર મેટ્રો માટે અલગથી બ્રિજ તૈયાર કરવા હાઈડ્રોલિક પાઇલ બોરિંગ મશીન સહિત આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નદી પર તૈયાર થનારા પાઇલ ફાઉન્ડેશન (પિલર)નો ડાયામીટર 1800 મીમીનો હશે. જ્યારે આ પિલરનો પાયો રિવરબેડથી લગભગ 40થી 45 મીટર ઊંડાણ સુધી હશે.

નદી પર બ્રિજ આ રીતે તૈયાર થશે

  • 300 મીટર લાંબો બ્રિજ નદીમાં ગાંધીબ્રિજ અને નેહરુબ્રિજ વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
  • 1050 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ એલિવેટેડ કોરિડોર માટે કરવામાં આવ્યો છે.
  • 5500 ક્યુબિક મીટર કોંક્રીટ અને સિમેન્ટનો ઉપયોગ બ્રિજના બાંધકામમાં કરવામાં આવ્યો છે.
  • 45 મીટર ઊંડાણ સુધી પિલરના પાયા નાખવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...