ગ્યાસુદ્દિન શેખના આક્ષેપ:SVP કોર્પોરેટ હાઉસને સોંપી દેવાનું ષડયંત્ર, NRI ક્વોટાની બેઠકો ડોનેશન લઈ વેચી દેવાઈ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
SVP હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
SVP હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • SVPને VSના રસ્તે લઈ જવાતી હોવાનો આરોપ

એસવીપી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને છૂટા કરાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ હવે ધીમે રહીને એસવીપી હોસ્પિટલને બારોબાર કોર્પોરેટ હાઉસને સોંપવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે. તેમણે કહ્યું કે, હાલ એસવીપી મ્યુનિ.ના શાસકોના કૌભાંડનો અડ્ડો બની ગયું છે, માનીતા ઉદ્યોપતિને હવે આ હોસ્પિટલ પધરાવી દેવાનો કારસો રચાઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું છેકે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મફતમાં સારવાર આપતી વી.એસ. હોસ્પિટલને મ્યુનિ. સત્તાધીશો દ્વારા બંધ કરી દઇ 1155 પથારી ધરાવતી વી.એસ. હોસ્પિટલમાં પથારીની સંખ્યા ઘટાડી 500 પર લાવી દીધી હતી. બીજી તરફ વી.એસ. હોસ્પિટલમાં આવતાં દર્દીઓને જબરજસ્તીથી એસવીપી હોસ્પિટલમાં મોકલવામાં આવતાં હતી.

એસવીપી હોસ્પિટલમાં ચાર્જ ઉંચા રાખવામાં આવ્યા હતા. એટલું જ નહી પણ સરકારના મા અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજના હેઠળ એસવીપીમાં સારવાર બંધ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી 700 જેટલો નર્સિંગ સ્ટાફને છૂટો કરી દેવાયો છે. હોસ્પિટલમાં ઓપરેશન અને મેઇન્ટેનન્સનો ખર્ચ વધારે હોવાનું બહાનું બતાવીને આ સ્ટાફને છૂટો કરવામાં આવી રહ્યો છે.

મેડિકલની સીટો વેચીને કરોડની કમાણી કરવા માટે એસવીપી હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની પેરવી હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે. એસવીપીમાં 2008માં સેલ્ફ ફાઈનાન્સ કરી દઇ અન્ય રાજ્યની ખાનગી કોલેજમાંથી બીજા વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીની ટ્રાન્સફર કરાઈ હતી. એનઆરઆઇ ક્વોટાની બેઠકો ડોનેશન લઇને વેચી હતી.

અન્ય સમાચારો પણ છે...