• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Considering The Poor Financial Situation Of The Corporation, The Congress Has Given Rs. 2000 Notes Showered, Chanted Slogans With Various Banners

AMCમાં વિપક્ષનો વિરોધ:કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ કંગાળ હોવાને લઇ કોંગ્રેસે રૂ. 2000ની નોટોનો વરસાદ કર્યો, વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શન સહિતના ખર્ચાઓ માટે કોર્પોરેશન દ્વારા રૂ. 350 કરોડની લોન લેવામાં આવનાર છે તેમજ અગાઉ પણ સાબરમતી રિવરફ્રન્ટ માટે રૂ. 350 કરોડની લોન અને કોન્ટ્રાક્ટરોને 300 કરોડના ચૂકવણાં સહિત કુલ 1000 કરોડ રૂપિયાનું દેવું કોર્પોરેશન પાસે છે. હાલમાં કોર્પોરેશનની પરિસ્થિતિ આર્થિક રીતે કંગાળ હોવાને લઇ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ઓફિસના પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ સહિત કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર કરી અને ભાજપના સત્તાધીશો અને કમિશનરની હાય બોલાવી હતી. હાથમાં વાટકો લઈ અને કોર્પોરેશનને રૂ. 2000ની નકલી નોટોના રૂપિયા આપવામાં આવ્યા હતા.

આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આર્થિક પરિસ્થિતિ નબળી અને રૂપિયા ૧૦૦૦ કરોડનું દેવું હોવાને લઈને ઓફિસ પરિસરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હાથમાં વાર્તાઓ લઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉભા રહ્યા હતા અને રૂ. 2000ની નકલી નોટો આપી અને વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા કોર્પોરેશનની ઓફિસની નીચે રૂપિયાના ઢગલા કરી દેવામાં આવ્યા હતા.

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ ભયંકર ચિંતા ઉપજાવે તેટલી હદ સુધી પહોંચી ગઇ છે. વહીવટી અધિકારીઓ અને સત્તાધારી પક્ષે જાણે વહીવટમાંથી “વહીવટી કરકસર’’ ને બદલે ‘મનસ્વી વહીવટ’’ને ધ્યાનમાં લઈ વ્હાલા દવલાની નીતિથી નિમણૂંકો આપવી, ઉડાઉ ખર્ચાઓ, આયોજનની ખામીઓ, કોન્ટ્રાકટ પધ્ધતિઓથી નિમણૂંકો કરે છે. વર્કીંગ કેપીટલનો અભાવ, અવિશ્વાસનું વાતાવરણ, મરામત અને નિભાવના બહાના હેઠળ થતાં બેફામ ખોટા ખર્ચાઓ, બિનકાર્યક્ષમ વહીવટના કારણે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેવન્યુ કમિટી દ્વારા એવું જણાવવામાં આવે છે કે આ વર્ષે ઐતિહાસિક આવક મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને થઈ છે. રૂ. 500 કરોડથી વધુની આવક અત્યાર સુધીમાં મેળવી ચૂક્યા છે. છતાં પણ આજે કોર્પોરેશનની પરિસ્થિતી એટલી નબળી થઈ ગઈ છે કે તેઓને લોન લેવાની જરૂર પડે છે. કોર્પોરેશન તંત્ર દ્વારા ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે અને મોટા મોટા સ્ટેજો અને ખુશીઓ મૂકી અને ભપકાદાર ખર્ચાઓ કરાય છે.

​​

અન્ય સમાચારો પણ છે...