તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પીએમ નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા અને 1988 બેચ ગુજરાત કેડરના IAS એ.કે.શર્માએ કરિયરની કરવટને બદલી છે. તેમણે તેમના દિલ્હીના સેક્રટરી તરીકેના ડેપ્યુટેશન પરથી સોમવારે જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હતી. સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાના ત્રણ દિવસ બાદ તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી છે. આજે તેમણે ઉત્તરપ્રદેશના લખનૌમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તેઓ ઉત્તરપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ અને યુપીના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
અરવિંદ કુમાર શર્મા મોદી સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરી રહ્યાં છે
ગુજરાત કેડરના IAS અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી રિટાયર IAS અધિકારી અરવિંદ કુમાર શર્મા PMOમાં તેમની સાથે ફરજ બજાવતા હતા. વડાપ્રદાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અરવિંદ કુમારે સચિવ તરીકે ફરજ બજાવી હતી. ખાસ કરીને અરવિંદ કુમાર વડાપ્રધાન મોદી સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરી રહ્યાં છે. તેમણે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા વાઈબ્રન્ટ ગુજરાતને પણ સફળ બનાવ્યો હતો. શર્મા મૂળરૂપે ઉત્તર પ્રદેશના મઉના કાજાખુર્દના રહેવાસી છે. CMOમાં હતાં ત્યારે અન્ય અધિકારીઓ સાથે તેમનો વ્યવહાર ખૂબ સારો હતો.
6 વર્ષ સુધી PMOમાં રહ્યા
6 વર્ષ સુધી PMOમાં રહ્યા બાદ તેમની ગત 30 એપ્રિલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીઝના સચિવ પદે બદલી કરવામાં આવી હતી. આ બદલી કર્યાના 9 મહિના બાદ IAS અરવિંદ શર્માએ અચાનક સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા ગુજરાત IAS અધિકારીઓમાં અનેક પ્રકારની ચર્ચા ચાલી હતી. એ.કે.શર્માની સેવા નિવૃત્તિ આડે હજી દોઢ વર્ષનો સમય બાકી હતો. સામાન્ય સંજોગોમાં સ્વૈચ્છિક રાજીનામું એક-બે મહિનાની નોટિસથી અપાતું હોય છે, પરંતુ મોદી સરકારના માનીતા અને અતિવિશ્વાસુ ગણાતા આ અધિકારીનું સ્વૈચ્છિક રાજીનામું તુરંત જ મંજૂર કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને એમને કોઈ મોટું એસાઇઅન્ટ મળવાની ચર્ચા ઉચ્ચ અધિકારીઓમાં થઈ રહી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.