શિક્ષણમાં બાદબાકી!:ધોરણ 10 અને 12માં 30 ટકા કોર્સ ઘટાડવાની વિચારણા, સમિતિની રચના, બે ચેપ્ટર રદ કરાવાની શક્યતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે પણ હજુ શિક્ષણ નોર્મલ થયું ના હોવાથી CBSEએ ધોરણ 10 અને 12માં 30% કોર્સ ઘટાડવાની જાહેરાત કરી છે
  • ગત વર્ષે ગુજરાતના શિક્ષણ વિભાગે સપ્ટેમ્બરમાં જ ધોરણ 9થી 12ના કોર્સ ઘટાડાની જાહેરાત કરી હતી

કોરોના ળને કારણે ગુજરાતમાં શિક્ષણ હજુ સંપૂર્ણપણે નોર્મલ થઇ શક્યું નથી, ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ ધો.10 અને ધો.12ના બોર્ડ અભ્યાસક્રમમાં CBSEની માફક જ 30 ટકાનો કાપ મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, આ મામલે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેના અહેવાલના આધારે ટૂંક સમયમાં નિર્ણય લેવાવાની શક્યતા છે.

CBSE બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયો છે
ગુજરાતમાં ધોરણ 5થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ તો કરવામાં આવ્યું છે, પણ ધોરણ 10 અને 12માં 25 ટકા વિદ્યાર્થીઓ પણ ઓફલાઇનમાં અભ્યાસ કરવા આવતા નથી અને હજુ ઓનલાઇન જ ભણી રહ્યા છે, એ સંજોગોમાં ધો.10 અને 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવાની વિચારણા છે. ધો.10માં 9 લાખ તથા ધો.12માં 7 લાખ વિદ્યાર્થી છે. CBSE બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત એને અનુસરે એવી શક્યતા છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

અભ્યાસક્રમમાં ઘટાડા અંગે રાજ્ય સરકાર લેશે નિર્ણય
બોર્ડ અભ્યાસક્રમમાં કાપ મુકવા સંબધિત ભલામણ ચુકવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમિતિ બનાવવામાં આવી છે. તેના દ્વારા શિક્ષણ બોર્ડને ભલામણ રીપોર્ટ આપવામાં આવશે. સમિતિ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવે તેવી શક્યતા છે કેમકે CBSEએ પણ 30 ટકા કોર્ષ ઘટાડ્યો છે, જોકે અભ્યાસક્રમ કેટલો ઘટાડવો તેનો આખરી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવશે.

અભ્યાસક્રમમાંથી બે ચેપ્ટર રદ થઈ શકે છે
2021-22ના શૈક્ષણિક વર્ષ પછી જ અભ્યાસક્રમ રીવાઇઝડ થઇ શકશે. ધો.10 અને 12ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે. જેમાં અભ્યાસક્રમમાંથી બે ચેપ્ટર કાઢી નાખવામાં આવે તેમાંથી બોર્ડના પ્રશ્ન પત્રોમાં કોઇ પ્રશ્નો પુછવામાં નહીં આવે. અભ્યાસક્રમમાંથી કયાં ચેપ્ટર રદ કરવા તે વિશે પણ સમિતિ ભલામણ કરશે. ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં નુકસાન થાય તેવા ચેપ્ટર રદ ન થાય તેની કાળજી રાખવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા સતત બીજા વર્ષે અભ્યાસક્રમમાં કાપ મુકવાની સાથોસાથ પ્રથમ અને બીજા ટર્મનો અભ્યાસક્રમ પણ નકકી કરવામાં આવશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

હજુ 25 ટકા વિદ્યાર્થીઓ પણ સ્કૂલે ભણવા જતા નથી
ગત વર્ષે શિક્ષણ વિભાગે ધો.9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મુકવાની જાહેરાત સપ્ટેમ્બર મહિનામાં કરી હતી. આ વર્ષે પણ શિક્ષણ હજુ નોર્મલ થયું નથી ધો.5થી 12માં ફિઝીકલ શિક્ષણ શરૂ થયું છે. પણ 25 ટકા વિદ્યાર્થીઓ પણ સ્કૂલે ભણવા જતા નથી, ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ છે. આ રીતે હજુ શિક્ષણ સંપૂર્ણપણે નોર્મલ થયું ન હોવાથી અભ્યાસક્રમમાં કાપ મુકવાની વિચારણા છે.