તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય શાળા સંચાલક મહામંડળની માંગણી:ધો.12ના વિદ્યાર્થીઓના પરિણામમાં ધો.10ને પાયો ન ગણવો, ધો.11ના પરિણામને પણ ગણતરીમાં લઈ શકાય નહીં

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ધોરણ 12નું પરિણામમાં એકમ કસોટીને આધારે તૈયાર કરવા રજૂઆત

ધો.10 અને 12નું પરિણામ તૈયાર કરવા માટે આગળના ધોરણના પરિણામની સાથે એકમ કસોટી અને સમાયિક કસોટીના ગુણોને ધ્યાને લેવાશે. બોર્ડે તમામ ડીઇઓને સૂચના આપી છે કે, વિદ્યાર્થીએ આપેલી ધો.9ની સામયિક કસોટી, એકમ કસોટીના પ્રશ્ન પેપર અને જવાબ પેપર, ધો.12ના પરિણામ માટે ધો.11ના પરિણામની સાથે ધો.12ની એકમ કસોટી અને સામયિક કસોટી અંગે તપાસ કરવી. પરિણામ તૈયાર કરવા માટે લેવાયેલા તમામ આધારોની એક નકલ ડીઇઓએ કચેરીમાં રહેશે. એવામાં શાળા સંચાલક મહામંડળે માંગણી કરી છે કે ધો.12નું પરિણામ તૈયાર કરવામાં ધો.10 અને 11ના પરિણામને ગણતરીમાં ન લઈ શકાય.

ધો.10 અને 11ના પરિણામને આધારે 12નું મૂલ્યાંકન ન કરાય
શાળા સંચાલક મહામંડળે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડને પત્ર લખીને જણાવ્યું કે, ધો.12નું પરિણામ તૈયાર કરવામાં ધોરણ 10ના પરિણામને પાયો ગણી શકાય નહીં. આવી જ રીતે ધો.11ના પરિણામને પણ ગણતરીમાં લઈ શકાય નહીં. 2019-2020ના શૈક્ષણિક વર્ષમાં ધો.11માં ભણતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. તેથી વાર્ષિક પરીક્ષા વિના ધો.11ના પરિણામને વેઈટેજ આપવું યોગ્ય નથી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ધો.12ની એકમ કસોટીથી માર્ક્સ આપવા રજૂઆત
ધોરણ 12ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની ઓનલાઈન તથા ઓફલાઈન એકમ કસોટીઓ અને શાળામાં પરીક્ષા લેવામાં આવી હતી. તે રેકોર્ડના આધારે વિદ્યાર્થીના માર્ક્સને ધ્યાનમાં રાખીને પરિણામ તૈયાર કરવામાં આવે. વર્ષ દરમિયાન પરીક્ષામાં હોંશિયાર વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો હશે અને ભણવામાં નબળા વિદ્યાર્થીઓએ નબળો દેખાવ કર્યો હશે. આમ કોઈપણ જાતના ભેદભાવ વિના શાળામાં પ્રત્યેકનું મૂલ્યાંકન થઈ શકશે. સાથે જ મેડિકલ અને એન્જીનિયરીંગમાં પ્રવેશ માટે નીટ, ગુજકેટની પરીક્ષા લેવામાં આવે. ચાલુ વર્ષે મેડિકલ અને એન્જીનિયરીંગમાં બોર્ડના માર્કસનું વેઇટેજ 40 ટકાથી ઘટાડી 30 ટકા કરવામાં આવે. ગુજસેટ અને નીટનું વેઇટેજ 60 ટકાથી વધારી 70 ટકા કરવા માંગ કરવામાં આવી છે.

10 જૂન સુધીમાં વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થશે
ધો.10 અને 12નું પરિણામ તૈયાર કરવામાં સ્કૂલો કોઇ ગેરરીતી ન કરે અને વિદ્યાર્થીઓને નિષ્પક્ષ રીતે પરિણામ મળે તે માટે તમામ ડીઇઓને ચોક્સાઇ રાખવાનો બોર્ડે નિર્દેશ કર્યો છે. ડીઇઓ કચેરી દ્વારા 10 જૂન સુધીમાં વિદ્યાર્થીઓના પરિણામ માટે તમામ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા બોર્ડે જણાવ્યું છે.

ડીઇઓ આ મુદ્દાની ચકાસણી કરશે

  • ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેનું ભરેલું ફોર્મ.
  • વિદ્યાર્થીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને રજિસ્ટર નોંધ.
  • સ્કૂલે બોર્ડમાં જમા કરાવેલા વિદ્યાર્થીના ધો.9ના પરિણામની નકલ.
  • ધો.12ના પરિણામ માટે ધો.10,11ના પરિણામની સાથે ધો.12ની એકમ કસોટી અને સામયિક કસોટીના આધારોનું વેરિફિકેશન.