નવી યોજનાની તૈયારી:પાર્કિંગ ચાર્જ લઈ માસિકથી શરૂ કરી વાર્ષિક પરમિટ ઈશ્યૂ કરવા અંગે વિચારણા; માગ અને વિસ્તારને આધારે પાર્કિંગના દર નક્કી કરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઈલેક્ટ્રિક વાહનોને ત્રણ વર્ષ સુધી પાર્કિંગ ચાર્જમાંથી રાહત મળી શકે છે

શહેરમાં માગ આધારિત પાર્કિંગ ફી લાગુ કરવા મ્યુનિ.ની નવી પાર્કિંગ પોલિસીમાં વિચારણા હેઠળ છે. પાર્કિંગ માટે મ્યુનિ. માસિક, ત્રિમાસિક, છ માસિક, કે વાર્ષિક ધોરણે પણ વાહનમાલિકોને નિયત સ્થળે પરમિટ પણ ઇસ્યુ થઇ શકશે. ઇલેટ્રિક વાહનોને પણ પાર્કિંગ માટે 3 વર્ષ સુધી રાહત આપવામાં આવી શકે છે.

કોઇ પણ ઓફિસ, સોસાયટી, મોલ, કોમ્પ્લેક્સ પણ નિયત સ્થળે પાર્કિંગ માટે અરજી કરી શકે તેવી વ્યવસ્થા​​​​​​​ ગોઠવાશે. બીઆરટીએસ બસસ્ટેન્ડની પાસે પાર્ક એન્ડ રાઇડ પ્લોટ તૈયાર કરાશે. સ્માર્ટ પાર્કિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ થશે. રજાના દિવસોએ મનોરંજન સ્થળની આસપાસ લોકો શૈક્ષણિક સંકુલો, ઓફિસો સહિતની જગ્યામાં પાર્કિંગ કરી શકે તે માટે પરપસ્પર સંમતિથી શેરિંગ પદ્ધતિ પણ આવી શકે છે.

હાઇ, મિડિયમ કે લો ડિમાન્ડ ઝોન બનશે
નવી પાર્કિંગ પોલિસીમાં જુદી જુદી જગ્યાએ જરૂરિયાત અને પાર્કિંગની માગ પ્રમાણે અલગ અલગ ઝોનમાં વિભાજિત કરાશે. જેમાં હાઇ ડિમાન્ડ પાર્કિંગ રોડમાં આશ્રમ રોડ, સીજી રોડ, 120 ફૂટ રિંગ રોડ, કોટ વિસ્તારના રસ્તાનો સમાવેશ થશે. તે રીતે મિડિયમ ડિમાન્ડ રોડમાં મહત્વના રોડની આસાપાસ ચોક્કસ મીટર સુધીના રસ્તાઓનો સમાવેશ થશે. તો હાઇવે સિવાયના અન્ય સ્થાનિક રસ્તાઓને લો ડિમાન્ડ રોડ તરીકે ઓળખાશે. શહેરમાં પાર્કિંગ વિસ્તાર પ્રમાણે તેનો ભાવ પણ અલગ અલગ હોઇ શકે છે. માંગ આધારિત પાર્કિંગના દરો નક્કી થશે. સમીક્ષા આધારીત તથા નિયત પાર્કિંગ દરો રહેશે. પાર્કિંગનો સમયગાળો, ટૂંકાગાળાના પાર્કિંગને પ્રોત્સાહન અપાશે. પીક અવર્સ અને ઓફ પીક અવર્સના ભાવો અલગ રહેશે.

અન્ય સમાચારો પણ છે...