તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Congressional Picketing To Facilitate Oxygen, Injections To The People; Detention Of Hundreds Of Activists Across The State, Including Amit Chavda

વિરોધ પ્રદર્શન:લોકોને ઓક્સિજન, ઇન્જેક્શનની સુવિધા આપવા કોંગ્રેસનાં ધરણાં; અમિત ચાવડા સહિત રાજ્યભરમાં સેંકડો કાર્યકરોની અટકાયત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના નેતાઓએ વિવિધ મુદ્દે સરકારને ઘેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું - Divya Bhaskar
કોંગ્રેસના નેતાઓએ વિવિધ મુદ્દે સરકારને ઘેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું
  • ભાજપે ધરણાં યોજ્યાંના બીજા દિવસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજ્યમાં કોરોના સંક્રમણ પીક પર છે અને દરરોજ સેંકડો લોકો મોતને ભેટી રહ્યાં છે. દર્દીઓના સગાઓ ઇન્જેક્શન-ઓક્સિજન માટે ભટકી રહ્યાં છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ પોતાની રાજનીતિ ચાલુ રાખવા ધરણાં પ્રદર્શન કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળની હિંસાના વિરોધમાં ભાજપે ધરણાં કર્યાના બીજા દિવસે શનિવારે કોંગ્રેસે કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શનની સુવિધાની માગણી સાથે રાજ્યવ્યાપી ધરણાં યોજ્યા હતા. જોકે, પોલીસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સેંકડો કાર્યકરોની અટકાયત કરી હતી.

અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના અણઘડ વહીવટ અને ખોટી નીતિને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. કેન્દ્ર સરકાર ગુજરાતને ઓછો ઓક્સિજન આપીને અન્યાય કરી રહી છે. પ્રજાની લાગણીને વાચા આપવા કોંગ્રેસે સરકારને વારંવાર રજૂઆત કરી છે પરંતુ સરકારની ઇચ્છાશક્તિનો અભાવ હોવાથી પ્રજા મહામારીનો ભોગ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...