• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Congress Youth Leader's Attack On You Amarinder Bar Raja Said Ask The People Of Punjab And Vote For Them, Kejriwal Is Connected With BJP.

કોંગ્રેસ યુવા નેતાનો આપ પર પ્રહાર:અમરિંદર બાર રાજાએ કહ્યું- પંજાબની જનતાને એકવાર પૂછી વોટ આપજો, ભાજપ સાથે કેજરીવાલ જોડાયેલા છે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણીના માહોલમાં ગરમી આવી ગઈ છે. ત્યારે કોંગ્રેસ યુવા નેતા અમરિંદર બાર રાજાએ આપ પાર્ટીને નિશાને લીધી હતી. અમરિંદર બાર રાજાએ કહ્યું હતું કે, આપ પાર્ટી અને ભાજપ બન્ને એક જ છે અને કેજરીવાલ આરએસએસ અને બીજેપીની બી ટિમ તરીકે કામ કરી રહી છે અને એટલે જ કેજરીવાલ ગુજરાતમાં પોતાની સરકાર બનવાના દાવા કરી રહ્યા છે.

આપ પાર્ટીથી ચેતવાની જરૂર
અમરિંદર બાર રાજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ભાજપને જાણે છે. એટલે ગુજરાતના ઇલેક્શન અને સરકાર માટે વધુ કહેવાની જરૂર નથી. પણ ભાજપ સાથે કેજરીવાલ જોડાયેલા છે માટે પંજાબ અને દિલ્હીમાં જે હાલત છે તેવી આવનાર સમયમાં ગુજરાતની ના થાય એટલે લોકોએ ભાજપની બી ટીમ આપ પાર્ટીથી ચેતવાની જરૂર છે. કોંગ્રેસ યુવા નેતાએ પોતાની હત્યા માટે ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. જેને લઇને તેમને સોશિયલ મીડિયાથી ધમકી પણ આપવામાં આવી હતી.

પંજાબ-દિલ્હીમાં કેજરીવાલની સરકાર
કોંગ્રેસના યુવા નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, પંજાબમાં મુસેવાલાની હત્યા અને તેનું કાવતરું તિહાર જેલમાંથી ઘડવામાં આવ્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈએ હત્યાને અંજામ આપ્યો. લોકોને ધમકી આપીને રૂપિયા પડાવામાં આવે છે. પંજાબમાં હત્યા થાય છે. ગુનેગારો દિલ્હીમાંથી પકડાય છે. બન્ને રાજ્યોમાં કેજરીવાલની સરકાર છે. કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. પંજાબમાં 6 મહિનામાં 168 લોકોના મોત થયા છે. ડ્રગ્સથી લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. 21 દિવસમાં 19 હત્યા થઈ છે.

કેજરીવાલનું મફલર ટોપી ગાયબ થઈ ગયું
પંજાબનું દેવું 12 હજાર કરોડથી વધી ગયું અને કેજરીવાલને એરક્રાપ્ટ ખરીદીવું છે. પંજાબના રૂપિયે કેજરીવાલ ગુજરાત અને રાજસ્થાન હિમાચલ ફરવા માંગે છે. કેજરીવાલની સલામતી માટે 90 ગાર્ડ પંજાબ પોલીસના જવાનો છે. કેજરીવાલનું મફલર ટોપી ગાયબ થઈ ગયું. કરોડો રૂપિયા માર્કેટીંગ માટે વાપરવામાં આવે છે.

વીજળી મફત આપવાનું મોટું કૌભાંડ
કેજરીવાલએ યમુનાની સફાઈ અને દિલ્હીના પ્રદૂષણનો રસ્તો શોધી નાખ્યો હોવાના દાવા કરીને જુઠ પર જુઠ બોલી રહ્યા છે. ખેડૂતો હજુ પણ આંદોલન પર બેસ્યા છે. બે મહિનામાં 27 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વીજળી મફત આપવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

હિમાચલની ચૂંટણી છોડીને ગુજરાતમાં પ્રચાર
એક હજાર આપીને લોકોને પ્રચાર માટે રાખવામાં આવ્યા છે. કેજરીવાલ ભાજપની બી ટીમ હોવાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં ના આવે તેવા પ્રયત્ન કરે છે. હિમાચલની ચૂંટણી છોડીને ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...