કોરોનાકાળમાં શિક્ષણ વિભાગ પણ પ્રભાવિત થયું છે. ત્યારે સ્કૂલ કોલેજમાં ભણતા SC,ST અને OBC સમાજના વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ 15 મહિનાથી અટવાયેલી છે. 15 મહિનાથી અટવાયેલી સ્કોલરશીપ વિદ્યાર્થીઓને આપવા માટે કોંગ્રેસ પ્રવકતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
કોરોનાકાળમાં 15 મહિના શિક્ષણ બંધ હતું
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં SC,ST અને OBC ને મળવા પાત્ર સ્કોલરશીપ તથા અન્ય યોજના હેઠળના શૈક્ષણિક લાભ આપવા પત્ર લખ્યો છે. ગુજરાતના SC,ST અને OBCના વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં શાળા-કોલેજ યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરે છે. કોરોના મહામારીમાં શિક્ષણ સૌથી વધુ પ્રભાવિત થયું છે. 15 મહિના જેટલા સમયથી શાળા-કોલેજના શૈક્ષણિક કેમ્પસ બંધ હતું. જોકે કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતા હવે ધો.9થી 12 તથા કોલેજમાં ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.
સ્કોલરશીપ ન મળતા વાલીઓ પર દબાણ
અત્યારની પરિસ્થિતિમાં વાલીઓ માટે શિક્ષણની ઊંચી ફી લેવી મુશ્કેલ છે. એક તરફ સંચાલકો ફી ભરવા દબાણ કરી રહ્યા છે, બીજી તરફ હજુ સુધી સ્કોલરશીપ આપવામાં આવી નથી. રાજ્ય સરકાર મોટી જાહેરાત પર ખર્ચ કરવાને બદલે નાણાંકીય લાભ અને સ્કોલરશીપ 15 મહિનાથી અટવાયેલી છે તે તાત્કાલિક આપે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.