ઉમેદવારની સંપતિ:નારણપુરા બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર રૂ. 8.24 કરોડના આસામી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દાણીલીમડાના ઉમેદવાર શૈલેષ પરમારની મિલકતમાં 33 લાખનો ઘટાડો

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ગુરૂવારે ફોર્મ ભરવાના છેલ્લે દિવસે કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી નારણપુરા બેઠક પરનાં ઉમેદવાર સોનલ પટેલે 9 લાખના ઝવેરાત સહિત 8.24 કરોડની મિલકત જાહેર કરી છેે, જ્યારે સંયુક્ત કુટુંબ સાથે 13 કરોડની કુલ સંપતિ દર્શાવી છે.

દાણલીમડાંના ઉમેદવાર શૈલેષ પરમારે 86.94 લાખની કુલ મિલકત દર્શાવી છે. તેમણે 2017માંં 1.19 કરોડની મિલકત દર્શાવી હતી આમ તેમની મિલકતમાં 33 લાખનો ઘટાડો થયો છે. અસારવાના ઉમેદવાર વિપુલ પરમારે સૌથી 6.22 લાખ રૂપિયાની કિંમતની મિલકત દર્શાવી છે. જે કોંગ્રેસના તમામ ઉમેદવારોમાં સૌથી ઓછી છે.

સૌથી વધુ મિલકત વિરમગામના ઉમેદવાર લાખા ભરવાડે 14 કરોડથી વધુ કિંમતની મિલકતો દર્શાવી છે. ધોળકા બેઠકના અશ્વિન રાઠોડ પાસે કુલ 2.26 કરોડની મિલકત છે. ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે ઉતરેલાં અમી યાજ્ઞિક પાસે ચાર કરોડની સંપત્તિ છે.

વિરમગામના લાખા ભરવાડ સૌથી વધુ ધનિક

બેઠકનામઝવેરાતમિલકતસંયુક્ત
નારણપુરાસોનલ પટેલ5 લાખ8.10 કરોડ2.16 કરોડ
સાણંદરમેશ પટેલ5.55 લાખ5.73 કરોડ1.35 કરોડ
વિરમગામલાખા ભરવાડ3.51 લાખ14.63 કરોડ
ધંધુકાહરપાલસિંહ4.50 લાખ1.56 કરોડ
ચુડાસમા
ધોળકાઅશ્વિન રાઠોડ02.26 કરોડ
ઘાટલોડિયાઅમી યાજ્ઞિક7.50 લાખ4.02 કરોડ1.55 કરોડ
દાણીલીમડાંશૈલેષ પરમાર2 લાખ86.94 લાખ12 લાખ
મણિનગરચંદ્રેશસિંગ3 લાખ1.01 કરોડ
રાજપૂત
અસારવાવિપુલ પરમાર5.30 લાખ92 હજાર
અન્ય સમાચારો પણ છે...