મિશન ગુજરાત 2022:કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા એક હજાર બેઠકો યોજશે, લોકોને મળી તેમની માંગનો મેનિફેસ્ટો તૈયાર કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના કાર્યકરો લોકસંપર્ક કરશે - Divya Bhaskar
કોંગ્રેસના કાર્યકરો લોકસંપર્ક કરશે
  • ઉત્તર ગુજરાતની 53 બેઠકો પર 'મારું બુથ મારું ગૌરવ' અભિયાન માટે બેઠક યોજાઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતે જબરદસ્ત પ્રચાર શરૂ કરાયો છે. આ વખતે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. ત્યારે કોંગ્રેસ દ્વારા જનતા મેનિફેસ્ટો અંગે એક હજાર બેઠકો યોજવામાં આવશે.

લોકોને મળી તેમની માંગનો મેનિફેસ્ટો તૈયાર થશે
કોંગ્રેસના ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના જનતા મેનિફેસ્ટો અંગે 1 હજાર બેઠકો યોજવામાં આવશે. તમામ વર્ગના લોકોને મળી તેમની માંગનો મેનિફેસ્ટો તૈયાર થશે. ભાજપ ચૂંટણી સમયે લાવેલ મેનિફેસ્ટો કચરાપેટીમાં નાખી દે છે, પરંતુ જીત બાદ મેનીફેસ્ટો જ સરકારનું મુખ્ય કામ હશે. મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વની બેઠક મળી. ઉત્તર ગુજરાતની 53 બેઠકો પર 'મારું બુથ મારું ગૌરવ' અભિયાન માટે આજે જવાબદારીની વહેચણી સંદર્ભે બેઠક યોજાઇ હતી.

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી

ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વિધાનસભાની બેઠકો પર પ્રવાસ
બુથ મેનેજમેન્ટ અને આગામી કાર્યક્રમો માટે આજે ઉત્તર ઝોનના હોદેદારો બેઠક મળી છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ દાવો કર્યો છે કે કોગ્રેસ 125 બેઠકો જીતશે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં કોંગ્રેસના લીડર કાર્યકરો સાથે મતદારોને મળવા વિધાનસભા બેઠકોના પ્રવાસ કરશે. મારું બુથ મારું ગૌરવ અભિયાન હેઠળ એક વ્યક્તિ ગુજરાત બહારથી, એક ગુજરાતના અને એક જે તે બેઠકની વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને જવાબદારી સંદર્ભે આ બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...