તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વોકઆઉટ:સ્કૂલ ફી માફ કરવાની માંગણી સાથે વિધાનસભામાં કોંગ્રેસનો વોકઆઉટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેટર સબ જ્યુડિશ હોવાનું કહી શિક્ષણમંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું

વિધાનસભામાં ટૂંકી મુદ્દતના પ્રશ્નમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ કોરોના મહામારીના સમયમાં રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફી માફ કરવા અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો પરંતુ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકોર્ટમાં આ મેટર સબજ્યુડીશ હોવાથી તેની ચર્ચા કરવી યોગ્ય નહીં હોવાનું જણાવતાં કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરીને ગૃહ ગજવી વોકઆઉટ કર્યો હતો.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જવાબ માટેનો આગ્રહ રાખીને જણાવ્યું કે આ મહામારીમાં તમામ વર્ગના લોકોને આર્થિક નુકસાન થયું છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 86.35 લાખ, માધ્યમિકમાં 28.06 લાખ, ઉચ્ચ માધ્યમિકમાં 21.23 લાખ અને કોલેજોમાં 14.62 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કુલ મળીને 1.91 કરોડ બાળકોના વાલીને રાહત આપવા સરકારે સત્ર ફી સંપૂર્ણ માફ કરવી જોઇએ. પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ થયાની જાહેરાત થતાં તેનો જવાબ આપી શકાયો ન હતો જેથી કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો