2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે જેની તૈયારી રાજકીય પક્ષો દ્વારા ચાલી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સત્તા પક્ષની નીતિઓના વિરોધમાં લોકોને સાથે રાખીને મજબૂત લડત આપવામાં આવશે. આ અભિયાનમાં જોડાવવા એક નંબર તથા લિંક જાહેર કરવામાં આવી છે, જેના દ્વારા લોકો જોડાઈ શકશે.
કોંગ્રેસ પક્ષની વિચારધારા જન-જન સુધી પહોંચાડવા અભિયાન
ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આગામી 2022ની ચૂંટણીને લઈને લોકો સુધી પહોંચવા અને વધુમાં વધુ લોકોને કોંગ્રેસમાં જોડવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મૌલિક વિચારો, અસરકારક લેખન શક્તિ અને આગવી વાકછટા દ્વારા કોંગ્રેસ પક્ષની વિચારધારા જન-જન સુધી પહોંચાડવા અને સત્તા પક્ષની જનહિત વિરોધી નીતિઓના વિરોધમાં મજબૂત લડત આપી શકે તેવા લોકો માટે પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ટોલ ફ્રી નંબર અને લિંક જાહેર કરી
આ અભિયાનમાં જોડાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર મિસ્કોલ કરીને લોકો જોડાઈ શકે છે. ઉપરાંત એક લિંક પણ જાહેર કરી છે, જેમાં જઈને લોકો પોતાનું નામ, સરનામું, કોંગ્રેસ પક્ષમાં હોય તો હોદ્દો, જિલ્લો તાલુકો, વ્યવસાય,સોશિયલ મીડિયાની લિંક ભરીને ફોર્મ ભરી શકશે.
એક મહિના અગાઉ જ જગદીશ ઠાકોર કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બન્યાં
ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવ્યા હતા. તો વિરોધપક્ષના નેતાપદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું બનાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.