તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાય ચૂક્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. તેમજ તમામ પક્ષો દ્વારા હવે પ્રચાર માટે એડિચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેને પગલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન DivyaBhaskarએ મનિષ સિસોદીયા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે 5 વર્ષમાં દિલ્હીનું ચિત્ર બદલ્યું છે અને અહીં ભાજપ 25 વર્ષથી સત્તામાં હોવાછતાં કોઈ વિકાસ નથી. કિસાન આંદોલનમાં અમે ખેડૂતોની સાથે છીએ. ત્રણેય કાયદા પાછા ખેંચવા જોઈએ. કોંગ્રેસ હમેશાં ભાજપને જીતાડવા માટે ઇલેક્શન લડે છે કારણ કે તેઓ પોતાના 2-3 ઉમેદવારને જીતાડીને ભાજપ સાથે સેટિંગ કરી લે છે.
‘અમે ખરા સમયે સાચો વિકલ્પ બનીને આવ્યા છીએ’
દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાવેદારી કરી રહી છે તેનું એક માત્ર કારણ એ છે કે અમને લાગે છે કે જે કામ અમે દિલ્હીમાં કર્યા છે, જેમાં પ્રાથમિક સુવિધાઓ એવી હોસ્પિટલ અને વીજળી વગેરે કામો અહીં પણ કરવા માંગીએ છીએ. અમને ખબર છે કે અહીંના લોકો આ સરકારથી ત્રસ્ત છે પણ તેમની પાસે કોઈ વિકલ્પ નથી, અમે તેમના માટે સાચો વિકલ્પ સાચા સમયે બનીને આવ્યા છીએ.
‘દિલ્હીમાં 70 ટકા નાગરિકોને મફત વિજળી ઉપલબ્ધ કરાવી’
મનિષ સિસોદીયાએ આગળ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં તમામ વર્ગના લોકોને તમામ સુવિધાઓ પુરી પાડી છે. એટલું જ નહીં અમારી સરકારી સ્કૂલોમાં અમે બાળકો માટે આજના આધુનિક યુગ મુજબ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. તેની સાથે સાથે આરોગ્યની સુવિધાઓ અંગે વાત કરું તો મહોલ્લા ક્લિનિક અને સરકારી હોસ્પિટલો પણ તમામ સુવિધાઓથી સજ્જ છે. આ તમામ બાબતોમાં સૌથી મહત્વની વાત તો એ છે કે અમે દિલ્હીમાં 70 ટકા નાગરિકોને મફત વીજળી ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ.
‘અહીં ભાજપે વિકાસના નામે કંઈ કર્યું નથી’
રાજકીય પાર્ટીના વિકલ્પ અંગે વાત કરતા સિસોદીયાએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં તમામ જગ્યાએ રોડ રસ્તા, પાણી અને વીજળીની સમસ્યાઓ આજે પણ યથાવત છે. જો કે અહીંના લોકોને અત્યાર સુધી કોઈ વિકલ્પ મળતો ન હતો. કારણ કે કોંગ્રેસ પણ વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે કોંગ્રેસે સ્થાનિકોના મુદ્દાઓ માટે કોઈ મોટું આંદોલન કે લડત આપી નથી. અમને વિશ્વાસ છે કે અહીંના લોકો આ બન્ને પક્ષથી ત્રસ્ત હશે તો અમને મત આપી અમારા પર વિશ્વાસ મુકશે.
‘કોંગ્રેસ ક્યારેય ભાજપને હરાવી નહીં શકે’
મનિષ સિસોદીયાએ વધુમાં જણાવ્યું કે ભાજપ ઘણા વર્ષોથી અહીં સત્તામાં છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે. મહત્વની વાત એ છે કોંગ્રેસ હમેશાં ભાજપને જીતાડવા માટે ઇલેક્શન લડે છે કારણ કે તેઓ પોતાના 2-3 ઉમેદવારને જીતાડીને ભાજપ સાથે સેટિંગ કરી લે છે હું નથી માનતો કે કોંગ્રેસ કયારેય ભાજપને હરાવી શકશે. ભાજપને તો અમે જ હરાવીશું.
‘અમારી સરકાર કિસાનોની સાથે છે’
જ્યારે DivyaBhaskarએ દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલન અંગે મનિષ સિસોદીયાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે અમારી સરકાર કિસાનોની સાથે છે કારણ કે, કિસાન દેશના અન્નદાતા છે. આપણે આજે પણ ખાઈએ છીએ એ કિસાનના કારણે છે જો તેનું સન્માન ન થાય તો સરકાર બેકાર છે, સાથે અમે બોર્ડર પર કિસાનોને રોકવા માટે બસ લગાવવામાં આવી હતી તે પણ અમે પાછી માંગી છે, કારણ કે ખેડૂતો પર અત્યાચાર થાય એના અમે સહભાગી બનવા માંગતા નથી સાથે સાથે આ ત્રણ કાયદા માટે અમારો મત એ છે કે આ કાયદા પાછા લેવા જોઈએ.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.