સરકાર ભીંસમાં:​​​​​​​પેપર લીક કરનાર પ્રિન્ટિંગ પ્રેસનો માલિક BJP-RSS સાથે જોડાયેલો છે, નરેન્દ્ર મોદીનાં અનેક પુસ્તકો અહીં જ પ્રિન્ટ થયાં છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
ડાબેથી ત્રીજો આરોપી કિશોર આચાર્ય, દીપક પટેલ અને મંગેશ શિર્કે. - Divya Bhaskar
ડાબેથી ત્રીજો આરોપી કિશોર આચાર્ય, દીપક પટેલ અને મંગેશ શિર્કે.
  • ગુજરાતને આજકાલ પેપર લીક કાંડનું હબ બનાવી દીધું છે: અર્જુન મોઢવાડિયા
  • પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ 9 લાખમાં પેપર વેચ્યું હતું

ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી પરીક્ષાના પેપર લીક કાંડનો રેલો પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચી જતાં સરકાર પણ ચોંકી ઊઠી હતી. એટલું જ નહીં, આ પ્રિન્ટિંગ પ્રેસના માલિકને ભાજપ સાથે જૂનો સંબંધ હોવાની સાથે નરેન્દ્ર મોદીનાં પુસ્તકો પણ આ જ પ્રેસમાં છપાયાં હોવાનું બહાર આવતાં મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અસમંજસમાં મુકાયા છે. બીજી તરફ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વીટ કરી ભાજપ પર આક્ષપે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અનેક પરીક્ષાઓના 'પેપર લીક સેન્ટર' સૂર્યા ઓફસેટ પ્રેસનો માલિક પુરોહિત ભાજપ-RSS સાથે જોડાયેલો છે. આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં નરેન્દ્ર મોદીજીનાં અનેક પુસ્તકો પ્રિન્ટ થયાં છે. ગુજરાતને આજકાલ પેપર લીક કાંડનું હબ બનાવી દીધું છે.

પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝરે 9 લાખમાં વેચ્યું હતું પેપર
ગઈકાલે પેપર લીક કૌભાંડ મામલે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે છેલ્લા 3 દિવસમાં કુલ 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચૂડાસમાએ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશ નામની વ્યક્તિને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દીપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે, જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ એની તપાસ ચાલી રહી છે.

પરીક્ષાના બે કલાક પહેલાં પેપર ફરતું થઈ ગયું.
પરીક્ષાના બે કલાક પહેલાં પેપર ફરતું થઈ ગયું.

પોલીસ કેવી રીતે પહોંચી આરોપી સુધી?
પરીક્ષા અગાઉ સંપર્કમાં રહેલા ગાંધીનગરના દીપક પટેલની ઓળખ કરવામાં આવી હતી. આ દીપક પટેલને એલ.સી.બી. કચેરી ખાતે પૂછપરછ કરતાં તેણે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શિર્કે પાસેથી મેળવી 09 લાખ રૂપિયામાં 9 ડિસેમ્બરે પ્રાંતિજના દેવલ પટેલ તથા જયેશ પટેલને આપ્યું હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદના મંગેશ શિર્કેને આ પ્રશ્નપત્ર પોતાની પત્નીના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય પાસેથી મેળવ્યું હતું. આ કિશોર આચાર્યને પ્રિન્ટિંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળે પ્રશ્નપત્ર પ્રિન્ટિંગ માટે આપ્યું હુતું. તે પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિંટિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.

72 ઉમેદવારને પેપર અપાયું હોવાનો આક્ષેપ.
72 ઉમેદવારને પેપર અપાયું હોવાનો આક્ષેપ.

પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી
પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...