• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Congress protests petrol diesel price hike, police in Rajkot snatch horses, put cars in camel carts and write 'I am self sufficient'

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ / કોંગ્રેસે ઊંટગાડીમાં કાર મૂકી લખ્યું ‘હું આત્મનિર્ભર છું’, રાજકોટમાં પોલીસે ઘોડાને લાફાવાળી કરી

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના મુદ્દે રાજકોટમાં ઘોડા પર નીકળેલા કોંગ્રેસના રાજદીપસિંહ જાડેજાને અટકાવી એસીપી રાઠોડે ઘોડાને થપ્પડ મારી હતી.
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના મુદ્દે રાજકોટમાં ઘોડા પર નીકળેલા કોંગ્રેસના રાજદીપસિંહ જાડેજાને અટકાવી એસીપી રાઠોડે ઘોડાને થપ્પડ મારી હતી.
X
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના મુદ્દે રાજકોટમાં ઘોડા પર નીકળેલા કોંગ્રેસના રાજદીપસિંહ જાડેજાને અટકાવી એસીપી રાઠોડે ઘોડાને થપ્પડ મારી હતી.પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના મુદ્દે રાજકોટમાં ઘોડા પર નીકળેલા કોંગ્રેસના રાજદીપસિંહ જાડેજાને અટકાવી એસીપી રાઠોડે ઘોડાને થપ્પડ મારી હતી.

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 05:53 AM IST

અમદાવાદ. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરના તાલુકા મથકે દેખાવો કરાયા હતા. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લા અને તાલુકા મથક પર ઉગ્ર દેખાવ કરાતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદમાં ઊંટગાડીમાં કાર લાવીને તેના પર ‘હું આત્મનિર્ભર છું’ તેવા સૂત્રો લખવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં કરાયેલા દેખાવોમાં રાજકોટમાં કોર્પોરેશનની જનરલ સભામાં ઘોડા પર જતા કોંગ્રેસના નેતાને અટકાવ્યા અને તે ઘોડા પર સવાર હતા તે ઘોડાને પોલીસે લાફાવાળી કરતા કોંગ્રેસના નેતાઓએ તેની ટીકા કરી હતી. ઉપરાંત ઘોડા પર સવાર નેતાને પોલીસે ગાળાગાળી કરતા મામલો ઉગ્ર બની ગયો હતો. 

ACP સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ
પીપલ ફોર એનિમલ્સના ફાઉન્ડર મેનકા ગાંધીએ કહ્યું કે, ‘આમાં ઘોડાનો શું વાંક હતો કે પોલીસ અધિકારી તેને મારવા લાગ્યા? આવા શખ્સો સામે ફરિયાદ થવી જોઈએ પછી ભલે તે પોલીસમાં હોય. હું એસીપી સાથે સીધી વાત કરીશ’. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી