ગૃહમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર:ગુજરાતમાં 365 દિવસમાંથી 250 દિવસ સુધી કરફ્યુ રહેતો અને કોંગ્રેસિયા ગાંધીનગરમાં મોજ કરતા: અમિત શાહ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ન્યુ રાણીપમાં સાબરમતી વિધાનસભામાં જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે તમારો એક મત ધારાસભ્ય કે મુખ્યમંત્રી નહિ પરંતુ ગુજરાત અને દેશનું ભવિષ્ય નક્કી કરશે. 2022ની ચૂંટણીમાં બે પાર્ટી છે. એક બાજુ કોંગ્રેસિયા છે. 1990 પછી કોંગ્રેસિયાને જીતાડયા નથી. 90 પહેલાં કોમી હુલ્લડો થતા હતા. આ ગુજરાત દાણચોરી અને કોમી રમખાણોનું કેન્દ્ર બન્યું. 365 દિવસથી 250 દિવસ સુધી કરફ્યુ રહેતો હતો. કોંગ્રેસિયા ગાંધીનગરમાં મોજ કરતા હતા. 20 વર્ષમાં કરફ્યુ જ જોયો નથી.

ગામડાઓમાં 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું
ગામડામાં પહેલા 7 કલાક વીજળી મળતી હતી. સાંજે વીજળી જ નહોતી. નરેન્દ્ર મોદીએ 2004માં ગામડાઓમાં 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું. આ નર્મદા યોજના જવાહરલાલ નેહરુએ મુક્યો હતો. પરંતુ યોજના પુરી થતી જ નહોતી. નરેન્દ્ર મોદીએ 2005માં કહ્યું તો પણ ઊંચાઈ ન વધારી બાદમાં આમરણ ઉપવાસ કર્યા અને ઘૂંટણે પડતા ઉંચાઈ વધારી. આજે કચ્છ, બનાસકાંઠા સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ કર્યું. રિવરફ્રન્ટ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. કોંગ્રેસે આનો પણ વિરોધ કર્યો.

આ ચૂંટણી હર્ષદ પટેલે નહિ આપણે લડવાની છે
અમિત શાહે કહ્યું હતું કે બહુ સમયે નવા રાણીપમાં આવ્યો છું. નવું રાણીપ એ રાણીપ કરતાં ખૂબ જ સારું બની ગયું. 2012માં છેલ્લે હું આ છોડીને ગયો હતો. સાબરમતી વિધાનસભાના ઉમેદવાર હર્ષદભાઈએ અનેક લોકોને જીતાડવા માટે બહુ મહેનત કરી છે. અનેક કાઉન્સિલર, ધારાસભ્યોની ચૂંટણી બાદ હર્ષદભાઈનો નંબર લાગ્યો છે. મારા અને અરવિંદ પટેલ કરતાં પણ વધુ મતોથી જીતાડજો. આ ચૂંટણી હર્ષદ પટેલે નહિ આપણે લડવાની છે. મત આપતી વખતે ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવશો.

કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી
હું પરમદિવસે આવ્યો તો કે મારી પત્નીએ કીધું મેટ્રોમાં સફર કરી આવ્યા બે પૌત્રીને મેટ્રો બતાવવા ગઈ હતી. યુક્રેનમાં યુદ્ધ ચાલતું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે રાષ્ટ્રીય નેતાઓ સાથે વાત કરી ત્રણ દિવસ યુદ્ધ ભારતના કહેવાથી બંધ રહ્યું અને આપણા 35000 બાળકો પાછા આવ્યા. કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી. અયોધ્યામાં રામમંદિર બનવું જોઈએ પણ કોંગ્રેસે 70 વર્ષમાં ન બનાવ્યું. જાન્યુઆરી 2024ની ટિકિટ કરાવી લેજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસ્થાના કેન્દ્રોને ઉર્જાવાન કરાવવાનું કામ કર્યું. કોંગ્રેસે તેમની વોટ બેન્કની બીકના લીધે કઈ ન કર્યું.

દેશના જવાનો પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી
કોંગ્રેસ સરકારમાં રોજ પાકિસ્તાનથી આલિયા જમાલિયા આવી અને જવાનો પર હુમલો કરતા હતા. પુલવામા અને ઉરી હુમલાના 10 દિવસમાં જ દેશના જવાનો પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને આવ્યા હતા. કોંગ્રસિયા પુરાવા માગતા હતા. અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પુરાવા માંગતા હતા અને આવા લોકો દેશને સુરક્ષિત રાખી શકે ?

અરવિંદ કેજરીવાલે 2014માં ટિકિટ આપી હતી
હું ઘરેથી આવ્યો ત્યારે ભીમજીપુરા ચાર રસ્તા પાસે બોર્ડ જોયું કે કામ બોલે છે. મેં કાર્યાલયે ફોન કર્યો કે આવું સૂત્ર ક્યારે બનાવ્યુ? પછી જોયું તો ત્યાં પંજો હતો કે કામ બોલે છે. અલ્યા તમે સત્તામાં જ નથી તો ક્યાંથી કામ કર્યું? મેં ગાડી ઉભી રાખી જોયું તો એમાં કોંગ્રેસના કામો લખ્યા કે ગુજરાતમાં 24 કલાક વીજળી આપી. હમણાં રાહુલ ગાંધીએ મેઘા પાટકર જોડે પદયાત્રા કરતા હતા. તમે મેઘાબેનને ઓળખતા જ નથી તો ગુજરાતનો વિકાસ કઈ રીતે કરી શકશે. અરવિંદ કેજરીવાલે 2014માં ટિકિટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...