તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એનાલિસિસ:કોંગ્રેસની નો-રિપિટ થિયરી, 10 વોર્ડના 38માંથી 34 નવા ચહેરા, 11 પાટીદાર

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કમળા ચાવડાને ટિકિટ ન આપવા કોંગ્રેસ ઓફિસે દેખાવો યોજાયા હતા. - Divya Bhaskar
કમળા ચાવડાને ટિકિટ ન આપવા કોંગ્રેસ ઓફિસે દેખાવો યોજાયા હતા.
 • 35થી 45 વર્ષના 30ને ટિકિટ, સોશિયલ મીિડયા સેલના 3નો સમાવેશ

કોંગ્રેસની અમદાવાદના ઉમેદવારો માટે પ્રથમ યાદી મંગળવારે જાહેર કરવામાં આવી છે. જેમાં 10 વોર્ડના 38 ઉમેદવારો જાહેર કરાયા છે. એક માત્ર નારણપુરા વોર્ડમાં 4 ઉમેદવારોની પેનલ પૈકી માત્ર બે નામની જ જાહેરાત કરવામાં આવી છે. જે 38 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી 18 એસસી-ઓબીસી, 11 પટેલ, 4 વણિક, 2 સોની, 1 બ્રાહ્મણ તથા 1 ક્ષત્રિય સમાજના છે.

38માંથી 80 ટકા ઉમેદવાર 35થી 45 વયજૂથના છે. જ્યારે 20 ટકા ઉમેદવાર 45થી 55 વર્ષની વચ્ચેના છે. 38માંથી માત્ર 4 ઉમેદવારોને જ રિપિટ કરવામાં આવ્યા છે. જેમાં નવા વાડજમાંથી કમલેશ પટેલ, ઘાટલોડિયામાંથી સુનિલ ઠાકોર, થલતેજમાંથી ખ્યાતિ પટેલ અને વાસણામાંથી તૃપ્તિ રાવલનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના તમામ નવા ચહેરા છે.

કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલમાં જવાબદારી સંભાળતા અંકિત પટેલ, સાગર શાહ અને દર્શિલ ગઢવીને ટિકિટ અપાઈ છે. જ્યારે ફી વધારાના મુદ્દે સરકાર સામે આંદોલન કરનાર પૂજા પ્રજાપતિને પણ ઘાટલોડિયા વોર્ડમાંથી ટિકિટ અપાઈ છે. રિપિટ કરાયેલા ચારેય ઉમેદવારો 2015માં હાર્યા હતા. જે 10 વોર્ડમાં કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાંથી એકપણ વોર્ડની એકપણ બેઠક પર કોંગ્રેસનો 2015માં વિજય થયો નહતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો