વોટ લેવા નેતા વિપક્ષીના ઘરે પહોંચ્યા:યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ જગદીશ પંચાલની આગતાસ્વાગતા કરી, મહેમાન સાથે ચાય પે ચર્ચા કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર આજે જનસંપર્ક દરમિયાન ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રવક્તાના ઘરે પહોંચતા ઉમેદવારને મહેમાનની જેમ આવકારીને ઘરમાં બેસાડીને ચા પીવડાવવામાં આવી હતી.

વિપક્ષી નેતાનો પંચાલે વોટ માગી લીધો!
નિકોલ વિધાનસભાના ઉમેદવાર જગદીશ પંચાલ સવારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે ડોર ટુ ડોર પ્રચાર માટે ઓઢવ વૉર્ડમાં ગયા હતા. ત્યાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈના ઘરે પહોંચ્યા હતા. કપિલ દેસાઈએ જગદીશ પંચાલનું વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ મહેમાનની જેમ સ્વાગત કર્યું હતું અને પોતાના ઘરમાં લઈ જઈ બેસાડીને તેમની સાથે ચા પીધી હતી. ત્યારબાદ જગદીશ પંચાલે દેસાઈને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.

કોઈપણ મહેમાનને આવકારીએ- કપિલ દેસાઈ
કપિલ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારા ત્યાં કોઈ પણ મહેમાન આવે તો તેને આવકારીને તેનું સ્વાગત કરવામાં આવે છે. મહેમાનને ચા પાણી કરાવવામાં આવે છે, તે જ રીતે જગદીશ પંચાલનું સ્વાગત કરીને તેમને આવકારવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...