તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Congress MLAs Gyasuddin Sheikh Imran Khedawala's Allegation Millions Are Taken For Not Providing Police Cover To Demolish Illegal Constructions

MLAના આક્ષેપ:કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ-ઇમરાન ખેડાવાલાનો આક્ષેપ - ગેરકાયદે બાંધકામો તોડવા પોલીસ બંદોબસ્ત ન આપવા લાખો લેવાય છે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિ. તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો સામે તવાઈ લાવવામાં આવી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છેકે, ભાજપ સત્તાધીશો દ્વારા માત્ર કોંગ્રેસ સમર્થીત વિસ્તારોમાં જ પક્ષપાતપૂર્વક ડિમોલિશનની કામગીરી કરવામાં આવે છે. પોલીસ અને ટીડીઓના અધિકારીઓ ગેરકાયદે બાંધકામો પાસેથી લાખોના હપતા ઉઘરાવે છે ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામમાં તેમની જવાબદારી પણ ફિક્સ થવી જોઇએ.

તેમણે મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં એવી રજૂઆત કરી છે કે, અમદાવાદ શહેરમાં 8 લાખ કરતાં વધારે ગેરકાયદે બાંધકામો છે પણ તોડવામાં આવે છે, માત્ર કોંગ્રેસ સમર્થિત વિસ્તારમાં જ. ઇમાનદારીપૂર્વક અને નિષ્પક્ષ કાર્યવાહી થતી નથી. આવા ગેરકાયદે બાંધકામો પાસે ટીડીઓ ખાતાના અધિકારીઓ લાખોના હપતા લે છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટ અને રાજકીય પક્ષોના કટકીબાજો પણ લાખોના હપ્તા લે છે. લેભાગુ બિલ્ડરો તેમજ અધિકારીઓ મોટા બિલ્ડરને રક્ષણ આપે છે અને 50 વારના મકાનમાં રિનોવેશન કરનાર પ્રજાના મકાનો તોડી પાડે છે. એટલું જ નહિ પણ પોલીસ અને ટીડીઓ અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્ત નહિ આપવાના પણ લાખો રૂપિયા પડાવે છે. ગરીબ લોકો લેભાગુ બિલ્ડરો પાસેથી મકાન ખરીદે પછી આવા મકાનો તોડી સામાન્ય પ્રજાને કનડગત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...