તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ પર પહેરાનો આરોપ:કોંગી ધારાસભ્યે પત્ર લખી કહ્યું ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પોલીસે અમદાવાદ નજીકના ફાર્મ હાઉસમાં 10 અપક્ષોને ધાકધમકીથી પોલીસ પહેરામાં રાખ્યા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો

કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પોલીસે ધાકધમકી આપીને અમદવાદ નજીકના ફાર્મ હાઉસમાં 10 અપક્ષ ઉમેદવારોને પોલીસ પહેરા હેઠળ રાખ્યા હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં પોલીસે જ ધાકધમકી આપીને તેમની પાસે ઉમેદવારી કરાવી હોવાનું કહ્યું છે. સાથે જ આ પત્રની નકલ અમદાવાદ પોલીસ કમિશનરને મોકલી છે.

ફાર્મ હાઉસમાં અપક્ષ ઉમેદવારોને પોલીસ પહેરામાં રાખ્યાનો આરોપ
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમદાવાદ સેહમરાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા ભાજપના ઈશારે અમદાવાદ શહેર પોલીસના વિવિઘ વિભાગોને કામે લગાડવામાં આવ્યા છે. અમારી સચોટ માહિતી મુજબ અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ધાકધમકીથીઅપક્ષોને ઊભા રખાવી ઉમેદવારી ફોર્મ ભરાવ્યા પછી સ્વૈચ્છાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 9 સુધી અપક્ષ ઉમેદવારો ઉમેદવારી પરત ન ખેંચે તે માટે અમદાવાદ નજીકના ફાર્મ હાઉસમાં પોલીસના પહેરા હેઠળ રાખવામાં આવ્યા છે.

મતોના વિભાજન માટે અપક્ષ ઉમેદવારો ઊભા કરાવ્યાનો આરોપ
પોલીસ દ્વારા અસામાજીક તત્વો તથા બાતમીદારોને ધાકધમકીથી અપક્ષ ઉમેદવારોનું કામ કરવા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસને કોંગ્રેસના મતોનું વિભાજન કરવા વધુમાં વધુ અપક્ષ ઉમેદવારો ઊભા રાખી અને શામ દામ દંડ હેઠળ ચૂંટણીઓ લડાવવા ભાજપના દલાલો, અસામાજિક તત્વો તથા પોલીસના બાતમીદારોને કામે લગાડ્યા.

લોકશાહીમાં નિષ્પક્ષ અને નિર્ભય- ભયમુક્ત ચૂંટણીઓ યોજાય તેની જવાબદારી ઈલેક્શન કમિશનર અને અમદાવાદ શહેર પોલીસની છે. પોતાની ફરજનિષ્ઠાથી વિપરીત પોલીસ સરકારના ઈશારે બિન લોકશાહી ઢબે ધાકધમકીનું વાતવરણ સર્જી નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ કરાવવાનું પોતાની ફરજનિષ્ઠાથી વિરૂધ્ધ કામ કરી રહી છે.

અમદાવાદ પોલીસને ચૂંટણી કમિશનર નિર્દેશ કરે તેવી માગ
અમદાવાદ પોલીસ કમિશનર અને મુખ્ય ચૂંટણી અધિકારીને નમ્ર વિનંતી છે કે નિષ્પક્ષ, ભયમુક્ત અને લોકશાહી ઢબે ચૂંટણીઓ યોજાય તે માટે પોલીસ દ્વારા કવરામાં આવી રહેલા ગેરબંધારણીય કૃત્યોને તાત્કાલિક રોકવામાં આવે. બંધારણીય અધિકારો અને લોકશાહીનું જતન કરવા તેમજ ભયમુક્ત ચૂંટણીઓ કરવા લોકો નિર્ભય રીતે મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ પોલીસના તમામ વિભાગોને નિર્દેશ આપવામાં આવે તેવી પત્રમાં માગ કરી છે.

ગ્યાસુદ્દીન શેખ સામે પણ અપક્ષ ઉમેદવારે ફરિયાદ કરી
જ્યારે જમાલપુર વોર્ડના અપક્ષ ઉમેદવાર સરફરાજ મંસૂરીએ અમદાવાદ પોલીસ કમિશનરને અરજી કરીને ફરિયાદ કરી છે કે તેને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી મળી રહી છે. જેમાં તેણે ગ્યાસુદ્દીન શેખ, દરિયાપુર વોર્ડના ઉમેદવાર ઈમ્તિયાઝ શેખ, નીરવ બક્ષી અને જમાલપુરના કોંગી ઉમેદવાર જુનેદ શેખ પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા દબાણ બનાવતા હોવાની ફરિયાદ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો