તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના બેઉ બગડ્યા:બહેરામપુરામાં વધારાના બે ઉમેદવારોને મેન્ડેટ અપાતાં ખેડાવાલાએ રાજીનામું ધર્યું; નેતા તેમની રૂપલલનાઓને ટિકિટ અપાવવા દોડે છે: કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલનો આક્ષેપ

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર ખાતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. - Divya Bhaskar
ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર ખાતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું.
 • ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી જઈને નારાજગી વ્યક્ત કરીઃ પરેશ ધાનાણી

કોંગ્રેસના ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની હાજરીમાં તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવાર નક્કી થતાં તેમણે ઉમેદવારીપત્રક ભરી નાખ્યા હતા. આ પછી કોંગ્રેસે વધુ બે ઉમેદવારને મેન્ડેટ આપતા તેમણે પણ ફોર્મ ભર્યાં હતાં. આથી નારાજ ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું હતું. જોકે ચાવડાએ તેમને યોગ્ય કરવાની ખાતરી આપી છે, જો યોગ્ય નહીં થાય તો વિધાનસભા અધ્યક્ષને પણ રાજીનામું આપવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.

સૂત્રોએ જણાવ્યું કે, ખેડાવાલાની હાજરીમાં બહેરામપુરામાં કમરુદ્દીન પઠાણ, તસ્લીમ આલમ તીરમીજી, કમળા ચાવડા, નાઝીમા રંગરેજની ઉમેદવારી નક્કી થતાં તેમને મેન્ડેટ અપાયા હતા, જેને આધારે તેમણે શનિવારે ઉમેદવારીપત્રક ભર્યાં હતાં. આ પછી એકાએક બીજા બે રફીક શેઠજી, શાહજાબાનુ અંસાલીને ઉમેદવારીપત્રક ભર્યું હતું. એક વોર્ડમાં 4ને બદલે 6 ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાથી ખેડાવાલાએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષને પાછળથી નક્કી કરાયેલા 2 ઉમેદવારને રદ કરવાની માગ કરી હતી.

આ અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું કે, ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી જઈને નારાજગી વ્યક્ત કરી છે. ખેડાવાલાના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે છે.

નેતા તેમની રૂપલલનાઓને ટિકિટ અપાવવા દોડે છે: કોંગ્રેસ ઉ.પ્ર. સોનલ પટેલનો આક્ષેપ
અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ વહેંચણીમાં ઇન્ડિયા કોલોનીમાંથી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલે ટિકિટ માગી હતી. સતત 20 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય થઈ કામ કરતાં સોનલ પટેલ 2015થી મહાનગરપાલિકામાં ચૂંટણી લડવા ટિકિટ માગી રહ્યાં છે. છેવટે 2021માં પણ ટિકિટ કપાતાં નારાજ થયાં અને આ માટે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને હિંમતસિંહ પટેલને જવાબદાર ઠેરવ્યા હતા.

ગુસ્સે ભરાયેલાં સોનલ પટેલે નેતાઓની પોલ ખોલતાં કહ્યું હતું કે, ‘નેતાઓ તેમની રૂપલલનાઓને ટિકિટ અપાવવા દોડે છે.’ શહેર પ્રમુખ શશીકાંત પટેલે તેમને નિષ્ઠાવાન, સંનિષ્ઠ, મહેનતુ મહિલા નેતા ગણાવ્યાં હતાં. તેમને મનાવવા ચેતન રાવલ અને પંકજ શાહે પણ માફી માગતા ફોન કર્યા હતા, પણ ગુસ્સે ભરાયેલાં સોનલ પટેલે ત્યાં સુધી કહી દીધું હતું કે, ‘મારે ધોળા વાળ થઈ ગયા,મારી જેવી વયોવૃદ્ધને કોણ ટિકિટ આપે, જે બહેન-દીકરી ગમતી હોય તેને અને રૂપાળી હોય તેને ટિકિટ આપે. તેમણે ટિકિટ નહીં પણ તેમનું અપમાન થયું છે, તેને જિંદગીભર નહીં ભૂલવાનું કહ્યું હતું. જોકે તેમણે કાર્યકર તરીકે રહીશ તેમ કહ્યું હતું.

રાજીનામું આપી કહ્યું, વિસ્તારમાં પ્રચાર કરવા નહિ દઉં
સોનલ પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું આપતાં કહ્યું કે, ‘કોંગ્રેસના કાર્યકર તરીકે રહીશ, પણ ઇન્ડિયા કોલોનીમાં તેમના વિસ્તારમાં કોંગ્રેસના એકપણ ઉમેદવારને પ્રચાર કરવા આવવા નહીં દઉં.’

ડાબેથી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણી, ઈમરાન ખેડાવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પ્રભારી રાજીવ સાતવ.
ડાબેથી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણી, ઈમરાન ખેડાવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પ્રભારી રાજીવ સાતવ.

2015ની મનપા ચૂંટણી સમયે પણ કોંગ્રેસ છોડી હતી
ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. 2010માં તેમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. ત્યાર બાદ ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની ચૂંટણી અપક્ષ તરીકે લડીને જીતી હતી.

2017માં ભાજપનો ગઢ ગણાતી ખાડિયા બેઠકના ધારાસભ્ય બન્યા
2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી એ જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ બની ગઈ હતી અને ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. જોકે 2012માં જમાલપુર બેઠકને ખાડિયા બેઠક સાથે ભેળવી દેવામાં આવી. 2012માં કૉંગ્રેસ આંતરિક વિખવાદને કારણે બેઠક જીતી ન શકી અને ભૂષણ ભટ્ટનો વિજય થયો. 2017માં ઇમરાન ખેડાવાલાએ એ બેઠક જીતી લીધી.

ભાજપનું નવું સૂત્ર લોન્ચ કરી રહેલા ડાબેથી યમલ વ્યાસ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.
ભાજપનું નવું સૂત્ર લોન્ચ કરી રહેલા ડાબેથી યમલ વ્યાસ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.

ભાજપનું નવું સૂત્ર ‘ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ’
કોંગ્રેસના ઉમેદવારોનાં ફોર્મમાં સામે આવી રહેલી ભૂલો વચ્ચે ભાજપે તો પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે નવો લોગો જાહેર કર્યો છે, જેનું સ્લોગન ‘ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ’ રાખવામાં આવ્યું છે. એની સાથે સાથે થીમ સોંગનું પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પાટીલે કહ્યું હતું કે અમિત શાહ પ્રચાર માટે નહીં આવે, 10મીએ નગરપાલિકા અને પંચાયતોના ઉમેદવારોની એકસાથે યાદી જાહેર કરીશું. તેની સાથે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પુત્રની ઉમેદવારી અંગે કહ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ પ્રચારમા જશે ત્યારે શિસ્તભંગનું જોઈશું.

લાંભા વૉર્ડના કોંગ્રેસ છોડનારા 100 કાર્યકરો ભાજપમાં જોડાશે
અમદાવાદના લાંભા વૉર્ડના કોંગ્રેસના 600 જેટલા કાર્યકરોએ રાજીનામાં આપ્યા બાદ તેમાંના 100થી વધુ કાર્યકરો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. શાહવાડી ગામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મણિનગર વિધાનસભાના ધારાસભ્ય સુરેશ પટેલ આ કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકારશે.

ડો.પ્રવીણ તોગડિયાની પાર્ટી HND(હિન્દુસ્તાન નિર્માણ દળ)એ ભરૂચ નગરપાલિકામાં ઝંપલાવ્યું છે. HND નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો