રજૂઆત:અમદાવાદમાં બીયુ અને ફાયર NOC મુદ્દે સીલ થયેલી દુકાનો ખોલી આપવા કોંગ્રેસના ધારાસભ્યએ કમિશનરને રજૂઆત કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સીલિંગ કાર્યવાહીની ફાઈલ તસવીર - Divya Bhaskar
સીલિંગ કાર્યવાહીની ફાઈલ તસવીર
  • વેપારીઓએ બીયુ તથા NOC લઈ લીધા પણ સીલ ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી
  • 3 મહિનાથી દુકાનો બંધ હોવાથી વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફટી મુદ્દે ઝાટકણી કાઢ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દુકાનો, ઓફિસો, કોપ્લેક્ષ, હોસ્પિટલ, હોટલો તથા રેસ્ટોરન્ટોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. આજ દિન સુધી સીલ ખોલવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ છે ત્યારે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ એકમોના સીલ ખોલવા માટે રજૂઆત કરી છે.

31 મેએ સીલિંગની કાર્યવાહી કરાઈ હતી
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ લખેલા પત્રમાં રજુઆત કરી છે કે, 31 મે 2021એ દુકાનો, ઓફિસો, કોપ્લેક્ષ , હોસ્પિટલ, હોટલો તથા રેસ્ટોરન્ટોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેના કારણે વેપારીઓ અને વ્યાવસાયિકોને ખુબજ હાલાકી ભોગવવી પડી છે. વેપારીઓએ બીયુ પરમિશન તેમજ ફાયર NOC લઈ લીધી છે તો સીલ ખોલી આપવામાં આવે.

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કમિશરને લખેલો પત્ર
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કમિશરને લખેલો પત્ર

બીયુ અને NOC લેવા છતાં સીલિંગ ખોલાયું નથી
હાલમાં વેપારીઓ દ્વારા તેમના ધંધાકીય એકમોને જે તે કારણસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી તે માટે લાગતા વળગતા ખાતાઓ દ્વારા વેપારીઓએ ફાયર સેફ્ટી તથા બી.યુ પરમીશન મેળવી લીધેલ હોઈ અને સીલ મારવાની કામગીરીને આજે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં આજદિન સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ ખોલવા અંગે કોઈ નિર્ણય કે જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે વેપારીઓને ખુબજ આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.