તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય માંડી વાળ્યો:કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ નારાજગી સાથે રાજીનામું પાછું ખેંચી લીધું, કહ્યું, એવું કામ નહીં કરું જેનાથી પક્ષને નુકસાન થાય

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ગઈકાલે રાજીનામું ધરી દીધું હતું. - Divya Bhaskar
ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ગઈકાલે રાજીનામું ધરી દીધું હતું.
  • ગોમતીપુરમાં લોકોએ ધારાસભ્ય શૈલેશ પરમારના પૂતળાને ખાસડાનો હાર પહેરાવી વિરોધ કર્યો હતો
  • ટિકિટ ન મળતાં નારાજ થયેલાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલે રાજીનામું આપ્યું હતું

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું ધરી દીધું હતું, જ્યારે આજે તેમણે નારાજગી સાથે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના હિતમાં મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. એવું કામ નહીં કરું જેનાથી પક્ષને નુકસાન થાય. મનદુઃખ જરૂર થયું છે, પરંતુ પાર્ટીએ આપેલા આશ્વાસનથી તેમણે સંતોષ હોવાનો પણ દાવો કર્યો. ઈમરાન ખેડાવાલા આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવાના હતા, પરંતુ અમિત ચાવડા સાથે વાતચીત બાદ તેમણે આ નિર્ણય માંડી વાળ્યો છે. ખેડાવાલાએ કહ્યું હતું કે પક્ષે જેમને ઉમેદવાર બનાવ્યા છે તેમના માટે પણ તેઓ કામ કરશે જ.

ખેડાવાલાએ રાજીનામું ધરી દેતાં એનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
ખેડાવાલાએ રાજીનામું ધરી દેતાં એનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

4ને બદલે 6 ઉમેદવારે ફોર્મ ભર્યાં હોવાથી ખેડાવાલાએ નારાજગી વ્યક્ત કરી હતી
કોંગ્રેસના ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની હાજરીમાં તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવાર નક્કી થતાં તેમણે ઉમેદવારીપત્રક ભરી નાખ્યા હતા. આ પછી કોંગ્રેસે વધુ બે ઉમેદવારને મેન્ડેટ આપતાં તેમણે પણ ફોર્મ ભર્યાં હતાં, આથી નારાજ ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાનસભા અધ્યક્ષને પણ રાજીનામું આપવાની ઉચ્ચારી હતી. ખેડાવાલાની હાજરીમાં બહેરામપુરામાં કમરુદ્દીન પઠાણ, તસ્લીમ આલમ તીરમીજી, કમળા ચાવડા, નાઝીમા રંગરેજની ઉમેદવારી નક્કી થતાં તેમને મેન્ડેટ અપાયા હતા, જેને આધારે તેમણે શનિવારે ઉમેદવારીપત્રક ભર્યા હતા. આ પછી એકાએક બીજા બે રફીક શેઠજી, શાહજાબાનુ અંસાલીને ઉમેદવારીપત્રક ભર્યું હતું. એક વોર્ડમાં 4ને બદલે 6 ઉમેદવારે ફોર્મ ભર્યા હોવાથી ખેડાવાલાએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષને પાછળથી નક્કી કરાયેલા 2 ઉમેદવારને રદ કરવાની માગ કરી હતી.

ગોમતીપુરમાં ધારાસભ્ય શૈલેશ પરમારનો જબરદસ્ત વિરોધ કરાયો હતો.
ગોમતીપુરમાં ધારાસભ્ય શૈલેશ પરમારનો જબરદસ્ત વિરોધ કરાયો હતો.

ગોમતીપુરમાં લોકોએ ધારાસભ્ય શૈલેશ પરમારના પૂતળાને ખાસડાનો હાર પહેરાવી વિરોધ કર્યો
મોડી રાત્રે ગોમતીપુર વિસ્તારમાં શૈલેશ પરમારના ફોટોને ખાસડાનો હાર પહેરાવીને મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું. ટોળાએ માર્ગ પર એકઠા થઈને શૈલેશ પરમાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમાં બાળકો પણ જોડાયાં હતાં. ઉમેદવારની પસંદગીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

દરિયાપુરના ઝીલ શાહે અમદાવાદ શહેર કોંગેસ ઉપ-પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું.
દરિયાપુરના ઝીલ શાહે અમદાવાદ શહેર કોંગેસ ઉપ-પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું.

ટિકિટ ન મળતાં પ્રદેશ કોંગ્રેસ ઉપ-પ્રમુખ સોનલ પટેલે રાજીનામું આપ્યું હતું
અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ-વહેંચણીમાં ઇન્ડિયા કોલોનીમાંથી પ્રદેશ કોંગ્રેસ ઉપ-પ્રમુખ સોનલ પટેલે ટિકિટ માગી હતી. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને હિંમતસિંહ પટેલને જવાબદાર ઠેરવ્યા હતા. ગુસ્સે ભરાયેલાં સોનલ પટેલે નેતાઓની પોલ ખોલતાં કહ્યું હતું કે ‘નેતાઓ તેમની રૂપલલનાઓને ટિકિટ અપાવવા દોડે છે.’ સોનલ પટેલે ત્યાં સુધી કહી દીધું હતું કે ‘મારે ધોળા વાળ થઈ ગયા, મારી જેવી વયોવૃદ્ધને કોણ ટિકિટ આપે, જે બહેન-દીકરી ગમતી હોય તેને અને રૂપાળી હોય તેને ટિકિટ આપે. તેમણે ટિકિટ નહીં પણ તેમનું અપમાન થયું છે, એને જિંદગીભર નહીં ભૂલવાનું કહ્યું હતું. જોકે તેમણે કાર્યકર તરીકે રહીશ એમ પણ કહ્યું હતું. સોનલ પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામાં આપી દીધાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો