જોડી તૂટ્યાનું દર્દ:કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા જીતી ગયા, ગ્યાસુદ્દીન શેખની કારમી હાર, બંને એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રડ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરની16 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસ બે વિધાનસભા બેઠક જીત્યું છે. દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી શૈલેષ પરમાર અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાની જીત થઈ છે. ત્યારે અમદાવાદની દરિયાપુર બેઠક પરના ગ્યાસુદ્દીન શેખને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા છે. જેમાં બંને નેતા એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રડતા દેખાય છે.

બંને રડતાં હોય તેવો વાઈરલ વીડિયો
હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર-ખાડિયા બેઠક પરથી ઈમરાન ખેડાવાલાની જીત થઈ હતી. ત્યારે ખેડાવાલાને શુભેચ્છા આપવા જતાં સાથી અને દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ જોતા જ ઈમરાનની આંખો ભરાઈ આવી હતી. ખેડાવાલા શેખને જોઈને રડી પડ્યા હતા બંને ચોધાર આંસુએ રડી રહ્યા હતા. દર વખતે લોકોના પ્રશ્નો માટે સાથે મળીને લડતાં કોંગી ધારાસભ્યો હવે એકસાથે વિધાનસભામાં નહીં જઈ શકે. ત્યારે ગ્યાસુદ્દીન પણ રડી રહ્યા હતા છતાં શેખે ઈમરાનને હિંમત રાખવાનું કહેતા દેખાયા હતા. ઈમરાન જીતીને ખુશ હતા પરંતુ પોતાના સાથી અને મોટા ભાઈ સમાન ગ્યાસુદ્દીન શેખની હારથી બહુ દુઃખી થયા હતા. જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાની 58487 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 58235 અને પોસ્ટલ બેલેટના 252 મત મળી કુલ મતના 45.88 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા ભાજપના ભૂષણ ભટ્ટને 44829 મત મળ્યા છે. જ્યારે નોટામાં 1534 મત પડ્યા છે.

ઈમરાનની ટિકિટ કાપવા કોંગ્રેસના મુખ્યાલયે તોડફોડ
ઉમેદવારો જાહેર થયાં ત્યારે ઈમરાન ખેડાવાલાની ટિકિટને પગલે NSUI અને યૂથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયામાં રાજીનામાં આપ્યા હતા. તેના ગણતરીના કલાક બાદ પાલડી સ્થિત કોંગ્રેસના હેડક્વાર્ટર રાજીવ ગાંધી ભવન પર આ બંને જૂથનું એક ટોળું ધસી ગયું હતું. સીડીઓની દીવાલ પર ભરતસિંહ સોલંકી વિરુદ્ધ લખાણો લખ્યાં હતાં. ત્યાર બાદ અંદર જઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવિધ બેનર સાથે પહોંચેલા કાર્યકરોએ પહેલા દેખાવો કર્યા હતા. બાદમાં ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસ કાર્યાલયની અંદર જ વિરોધ દર્શાવતાં લખાણો લખ્યાં હતાં અને વિવિધ નેમપ્લેટ તોડી હતી. બાદમાં ભરતસિંહ સોલંકીની તસવીરોને સામૂહિક રીતે સળગાવી હતી.

સીટિંગ ધારાસભ્યની ટિકિટ કાપવા માગ કરતા હતા
કોંગ્રેસ દ્વારા જમાલપુર બેઠક પરથી અત્યારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી છે. ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના આપવામાં આવે એ માટે NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓ જ વિરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઓફિસ પર પણ 2 દિવસ અગાઉ નારેબાજી કરવામાં આવી હતી. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ શાહનવાઝને ટિકિટ ના આપીને ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતાં રોષે ભરાયેલા યુવા નેતાઓએ રાજીનામાં આપ્યા છે. હજુ આજે પણ અનેક યુવા નેતા રાજીનામાં આપશે.

ખેડાવાલાને હરાવવાની ચીમકી અપાઈ હતી
યુવા નેતાઓ ઇમરાન ખેડાવાલાને બદલીને શાહનવાઝને મેન્ડેટ આપીને ભૂલ સુધારવામાં આવે. શાહનવાઝને ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ વિરોધ જ પ્રચાર કરીને ઇમરાન ખેડાવાલાને હરાવવા પ્રયત્ન પણ કરશે તેવી ચીમકી આપી હતી. NSUI અને યૂથ કોંગ્રેસના આગેવાનો શાહનવાઝ શેખને ટિકિટ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અગાઉ ખાનગી હોલમાં ભેગા થઈ NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓએ શક્તિપ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખને ટિકિટ ના મળતાં NSUI અને યૂથ કોંગ્રેસના 10થી વધુ નેતાઓએ વિરોધના આગલી રાતે રાજીનામાં આપી દીધા હતા.

જમાલપુર ખાડીયા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે
જમાલપુર ખાડીયા વિધાનસભા જ્યાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનતા રહ્યા છે. એક રીતે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને ભાજપને આ બેઠક જીતવા માટે સોગઠા ગોઠવવા પડે તો પણ અહીંયાના મુસ્લિમ મતદારો પોતાનો મત તો કોંગ્રેસને આપીને ઉમેદવારને વિજય બનાવી ગાંધીનગર મોકલી આપે છે. શહેરમાં મધ્યમાં આવેલી ખાડીયા જમાલપુર બેઠક એટલે જૂનું અમદાવાદ જ્યાં જમાલપુર શાકમાર્કેટ અને ફૂલ બજાર આવેલું છે .જ્યાંથી મોટાભાગના લોકોનો રોજગાર ચાલે છે. દિવસ અને રાત આ માર્કેટ ધમધમતા રહે છે. ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્ત થાય તો નવાઈ નહીં. ભાજપમાંથી ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલા ઉમેદવાર હતા. એઆઈએમઆઈએમમાંથી સાબિર કાબલીવાલા પણ મેદાનમાં હતા.

મુસ્લિમ ઉમેદવાર ટકરાતાં ભાજપને ફાયદો થયેલો
2002અને 2007માં કોંગ્રેસના મેન્ડેટ પરથી સાબિર કાબલીવાલા ચૂંટણી જીત્યા હતા. 2012માં સાબિર કાબલીવાલાને ટિકિટ ન મળતા સાબિર અપક્ષ ચૂંટણી લડી હતી, જેમાં તેનો કારમો પરાજય થયો હતો. જોકે કાબલીએ 30 હજાર જેટલા વોટ મેળવ્યા હતા અને હાર થઈ હતી. જે કોંગ્રેસના ઉમેદવાર હતા અને બંન્ને મુસ્લિમ ઉમેદવાર ટકરાતાં તેનો ફાયદો ભાજપના ભૂષણ ભટ્ટને થયો હતો અને પૂર્વ મંત્રી અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા અને આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી.

ઈમરાનનો ખાડિયામાં દબદબો
2017માં આ બેઠક પરથી ઇમરાન ખેડવાલાંની જીત થઈ હતી ને કોંગ્રેસનો પંજો ફરી એકવાર આ બેઠક પર પોતાનો પ્રભાવ હોવાનું સાબિત કરી બતાવ્યું હતું. ભાજપના ભૂષણ ભટ્ટની હાર થઈ હતી. ભૂષણ ભટ્ટને 46007 વોટ મળ્યાં હતાં. અને ઇમરાન ખેડાવાળાને 75346 વોટ મળ્યા હતા. ઇમરાન ખેડાવાલાની 29.336 વોટથી વિજય થયાં હતાં. આ બેઠકમાં વધુ પડતા મુસ્લિમ છીપા સમાજના મતદારો છે. સંભવિત આ સમાજના લોકો જે બાજુ પોતાનું મતદાન કરે છે તે ઉમેદવાર વિજયનો તાજ પહેરે છે. ઉલ્લેખનીય છે કે સાબિર કાબલીવાલા અને ઇમરાન ખેડાવાલા બન્ને જ આ કમ્યુનિટીમાંથી આવે છે. 2022ની ચૂંટણીમાં સાબિર કાબલીવાલાએ AIMIMમાંથી ખાડીયા જમાલપુરની આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. ત્યારે કોંગ્રેસે ફરી એકવાર ઇમરાન ખેડાવાલા ઉમેદવાર જાહેર કર્યા હતું. આ બેઠક પર ઇમરાન ખેડાવાલાને લઈને સ્થાનિક લોકોમાં નારાજગી છે. આ બેઠક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી માયનોરેટી સેલના કોડીનેટર યુવાન શાહનવાઝ શેખ ચૂંટણી લડવા માટે તત્પર બન્યા હતા અને શાહનવાઝ શેખ અગાઉ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા, જેમાં હાર થઈ હતી.

દરિયાપુરમાં બે ટર્મથી જીતતા શેખ હાર્યા
દરિયાપુર હિન્દુ બહુમતી મતદાતાઓની બેઠક હોવા છતાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર જીતતા ભાજપ માટે ખરાખરીનો જંગ રહેતો હોય છે. વર્ષ 2007માં ચૂંટણીમાં તત્કાલિન મંત્રી કૌશિક પટેલ અને 2012 તથા 2017 માં ગ્યાસુદ્દીન શેખને હરાવવા ભાજપે પૂર્વ મંત્રી ભરત બારોટને મેદાનમાં ઉતાર્યા હતા. આ સિવાય મુસ્લિમ અપક્ષ ઉમેદવારો પણ ઉતારવામાં આવ્યા હતા. આમ છતાં દર ચૂંટણીમાં ગ્યાસુદ્દીન શેખની લીડમાં ઉત્તરોત્તર વધારો જ થયો છે. આ વખતે ભાજપે અમિત શાહના ખાસ કૌશિક જૈનને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે ગ્યાસુદ્દીન શેખને હારવીને નજીવી સરસાઈ સાથે જીતી ગયા હતા. દરિયાપુર બેઠક પર મેજર અપસેટ થયો છે અને સતત બે ટર્મ જીતેલા કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખને કૌશિક જૈને હરાવ્યા હતા. જૈનને 61090 મતે જીત થઈ હતી. તેમને કુલ મતના 49.03 મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોગ્રેસના શેખને 55847 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 1276 મત પડ્યા હતા.

ગ્યાસુદ્દીનની વિકાસના કામોમાં અન્યાયનો મુદ્દો વારંવાર ઉઠાવતા
અમદાવાદના જુના કોટ વિસ્તારમાં સમાવેશ આ વિસ્તારને અમદાવાદના પશ્ચિમ વિસ્તાર કરતા વિકાસના કામોમાં અન્યાયનો મુદ્દો ગ્યાસુદ્દીન વારંવાર ઉઠાવતા રહ્યા છે. શેખ લોકોને કનડતા ખરા મુદ્દાઓ ઉઠાવતાં હોવાથી તેમજ કટ્ટરવાદીની છાપથી દૂર રહે છે. જેના કારણે બહુમત હિન્દુ મતદારો પણ એમની સાથે ઉભેલા જોવા મળતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...