તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોમતીપુરમાં યોજાયેલી જાહેર સભામાં શહેર કોંગ્રસના સ્થાનિક નેતા ડો. અમિત નાયક પ્રચાર માટે ગયા હતા અને તેઓ મંચ પર બેઠા હતા. દરમિયાનમાં પ્રચાર માટે કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ આવતા નાયકને જોઇને તેઓ ધુંઆપુઆ થઇ ગયા હતા. તેમણે ગોમતીપુર વોર્ડના ઉમેદવારોને મંચ પરથી નાયક પર ઉતરશે તો જ તેવો સંબોધન કરશે તેવી જીદ પકડતા છેવટે નાયકને મંચ પરથી નીચે ઉતરી જવું પડયું હતું. આ બાબતે ડો. નાયકે પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રજૂઆત કરી હતી.
ગોમતીપુરમાં શુક્રવારની રાત્રે યોજાયેલી જાહેર સભામાં બાપુનગરના કોંગ્રેસના નેતા ડો. અમિત નાયક મંચ પર બેઠા હતા. આ જાહેરસભામાં સંબોધન કરવા માટે ધારાસભ્ય હિંમતસિંહ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હિંમતસિંહ સભા સ્થળ પર આવી પહોંચતા તેમણે મંચ પર અમિત નાયકને જોયા હતા. અમિત નાયકના કહ્યા પ્રમાણે મને સ્ટેજ પર જોઇને તેઓ ગુસ્સે થયા હતા. તેમણે ઉમેદવારોને બોલાવીને ચીમકી આપી હતી કે,નાયક મંચ પર બેસશે તો હું મંચ પર આવીશ નહીં. આથી ગોમતીપુર વોર્ડના ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે નાયકને તેમણે જ આમંત્રણ આપીને બોલાવ્યા હતા. નાયકને મંચ પરથી ઉતારે તો તેમનું અપમાન થાય,પણ ધારાસભ્યએ ઉમેદવારોને ચૂંટણી હવે તમારી રીતે જીતી લેજો તેવી ચીમકી આપતા છેવટે નાયકને સ્ટેજ પરથી ઉતરી જવું પડયું હતુ.આ ઘટનાથી વ્યથિત નાયકે પ્રદેશ પ્રમુખને ધારાસભ્યની દાદાગીરી સામે પગલાંની રજૂઆત કરી હતી.
અસારવામાં ભાજપના કાર્યકરોની બેઠકમાં કોઈકે પથ્થર ફેંકતાં બેઠક રદ કરવી પડી
શહેરના અસારવા વિસ્તારમાં ચમનપુરાના ચોકઠા ખાતે શુક્રવારે રાત્રે ભાજપના કેટલાક કાર્યકરોની બેઠક યોજાઇ હતી. જે દરમ્યાન કોઇકે પથ્થર ફેંકતાં તત્કાલ બેઠક બંધ રાખવી પડી હતી. નોંધનીય છેકે, આ સ્થળે ભાજપના સ્થાનિક ધારાસભ્ય પણ થોડા સમય બાદ પહોંચવાના હતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. નોંધનીય છેકે, અસારવા વિસ્તારમાં ભાજપ - કોંગ્રેસના ઉમેદવાર પટણી સમાજમાંથી આવે છે ત્યારે બંને જૂથો વચ્ચે આ ઘટનાઓ બનતી હોવાનું જાણવા મળે છે.
કુબેરનગરમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ઉમેદવાર-ધારાસભ્યનો હુરિયો બોલાવાયો
કુબેરનગર વિસ્તારમાં આવેલી કુંભાજીની ચાલીમાં શનિવારે પ્રચાર માટે ગયેલા સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી અને ઉમેદવાર પવન શર્માનો સ્થાનિક રહીશોએ હુરિયો બોલાવ્યો હતો. સ્થાનિક રહીશોનો રોષ ઉમેદવાર સામે હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરિસ્થિતિ એટલી વણસી હતીકે, ભાજપના પ્રચાર માટે ગયેલા કાર્યકરોનો પોલીસ બોલાવવી પડી હતી. લોકડાઉન દરમિયાન લોકો પાસેથી નાણાં લેવાના મામલે આ હંગામો થયો હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ટેકેદારને ટિકિટ મુદ્દે પૂર્વ મંત્રીનું રાજીનામું
કોંગ્રેસના પૂર્વ મંત્રી કિરીટ પટેલના ટેકેદારને મહેસાણા જિલ્લા પંચાયતની ભાંડું બેઠક પરથી કોંગ્રેસે ટિકિટ ન આપતા. આથી રોષે ભરાયેલા પૂર્વ મંત્રીએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલી દીધુ હતું.
ઓવૈસીની પાર્ટી સામે ઉગ્ર વિરોધ
મક્તમપુરા વોર્ડમાં ઓવૈસીની પાર્ટીના ઉમેદવારો ફઝલે રહેમાની સોસાયટીમાં પ્રચાર કરવા માટે ગયા હતા પણ લોકોએ હુરિયો બોલાવતાં ઉમેદવારો અને સ્થાનિક નાગરિકો વચ્ચે તૂં તૂં મૈં મૈં થયું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.