તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર, કડક કાર્યવાહી કરવા માગ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પત્રમાં રજૂઆત કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનએ કોવિડ હોસ્પિટલમાં ફાળવ્યા તો તકેદારી કેમ ન રાખી? તેમજ ફાયર NOC તેમજ બીયુ પરમિશનની કેમ ચકાસણી ન કરી? તેનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી 8 લોકોના જીવ ગુમાવ્યા છે અને યોગ્ય તપાસ અને જવાબદાર સામે ગુનો નોંધવા ગ્યાસુદ્દીન શેખે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી ભલામણ કરી છે. ખાનગી હોસ્પિટલની દર્દીઓની તપાસ સામે પણ સવાલો ઉભા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...