કોર્પોરેટરોને બોલાવી અભિપ્રાય મંગાયો:AMCમાં વિપક્ષી નેતા માટે કોંગ્રેસની મેરેથોન કવાયત, 14 અસંતુષ્ટ કોર્પોરેટરની રાજીનામાની ધમકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

મ્યુનિ. વિપક્ષ નેતા પદ માટે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ કોર્પોરેટરની સુનાવણી શરૂ કરવામાં આ‌વી છે, વ્યક્તિગત કોર્પોરેટરને બોલાવીને તેમને નેતા બાબતે પૂછાઈ રહ્યું છે. 14 કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરાઇ હતીકે, તેઓ તમામ સિનિયર છે, એટલે તેમનામાંથી કોઇપણ એક કોર્પોરેટરને વિપક્ષનું નેતા પદ આપવામાં આવવું જોઇએ. જો બે ધારાસભ્યોના દબાણમાં નિશ્ચિત વ્યક્તિ પર પસંદગી ઉતારવામાં આવશે તો 14 કોર્પોરેટરના રાજીનામા પડશે.

વિપક્ષના નેતા પદ માટે કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલ અને ધારાસભ્ય સી.જે. ચાવડાને મ્યુનિ. વિપક્ષના નેતા નક્કી કરવાની જવાબદારી સોંપઈ છે. બંને દ્વારા તમામ કોર્પોરેટરની સુનાવણી હાથ ધરવામાં આવી છે.

14 કોર્પોરેટરના ગ્રૂપ દ્વારા એક ચોક્કસ નામ સામે વાંધો રજુ કરી અન્ય 14 કોર્પોરેટર પૈકી કોઇપણને વિપક્ષ નેતા પદ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. બીજી તરફ 10 કોર્પોરેટર દ્વારા ચોક્કસ કોર્પોરેટરને જ પોતાના નેતા બનાવવા માટે માગ કરી છે

અન્ય સમાચારો પણ છે...