કોંગ્રેસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી દેશે:મેનિફેસ્ટોમાં કહ્યું- ખેડૂતોના દેવા માફ, રૂ. 500માં ગેસ-સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રીનો વાયદો

એક મહિનો પહેલા

કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. ત્યારે 21 મુદ્દાનું અગાઉ ભાજપ સરકાર પર આરોપનામું જાહેર કર્યું હતું. હવે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલાં 8 વચનને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસનો જનઘોષણા પત્ર 2022 વાંચવા માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કરાયો
કોંગ્રેસ દ્વારા આજે મેનિફેસ્ટો જાહેર કરાયો છે અને અશોક ગેહલોતે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો ત્યારે મંચ પર રઘુ શર્મા, જગદીશ ઠાકોર,દીપક બાબરીયા,ભરતસિંહ સોલંકી,સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, પવન ખેરા, અમી યાજ્ઞિક, અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા છે.

જનતાના પ્રશ્નોને વાચા આપી મેનિફેસ્ટો જાહેર કર્યો
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જનતાના પ્રશ્નોને વાચા આપતા ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ 125 સીટથી સરકાર બનાવી રહી છે. દીપક બાબરિયા અને તેમની ટીમે અલગ અલગ જગ્યાએ ફરીને ઘોષણપત્ર તૈયાર કર્યો છે. પ્રજાએ ચર્ચા કરી એના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. દિવસે દિવસે કોંગ્રેસ પલ્સ થઈ રહી છે.

રાજસ્થાનમાં ચૂંટણી જીતી મેનિફેસ્ટો કેબિનેટમાં મૂક્યો
અશોક ગેહલોતે મેનિફેસ્ટો જાહેર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ સરકાર બને તો નાગરિક અને સરકાર બંને વાયદા ભૂલી જાય છે. રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ કેબિનેટમાં મેનિફેસ્ટો મૂકવામાં આવ્યો હતો. આ રીતે જ ગુજરાતમાં વાયદા પૂરા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું, જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવો, તેથી અમે એ પ્રમાણે કર્યું છે. સરકારવિરોધી જે લહેર ચાલે છે એમાં લોકોએ જોઈ લીધું છે. કોરોનામાં સરકાર નિષ્ફળ ગઈ હતી. મોરબીની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. નિવૃત્ત જજ પાસે તપાસ કરવામાં તકલીફ શું છે? સરકાર સામે સવાલો કરશે તો બીજી વાર ઘટના નહીં થાય.

કોંગ્રેસનો ચૂંટણીઢંઢેરો

શિક્ષણ

- ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઊંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફીને સ્થગિત કરી તાત્કાલિક ફીમાં 20%નો ઘટાડો.

પશુપાલન

લંપીથી મૃત્યુ પામેલી ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય- પશુચારો અને ખાણદાણના ભાવવધારાનું નિયમન કરવામાં આવશે

સૌને ઘરના ઘર

- ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાનાં.

-ઝૂંપડાં વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા- વસતિ મુજબ શૌચાલયોની વ્યવસ્થા.

SC, ST, OBC, લઘુમતી

- વસતિ ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલાં અનામત પુન: લાગુ કરાશે- ભરતીમાં ચડતા ક્રમથી અગ્રિમતા આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે.

પંચાયતીરાજ

- ભાજપે પંચાયતો પાસેથી છીનવેલી સત્તા અને કાર્યો સુપરત કરાશે.

- મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણું થાય એ માટે અગ્રિમતા અપાશે.

મહિલા સુરક્ષા

- મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનારા છાત્રાઓને ફ્રી લેપટોપ

- આઠ મહાનગરમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી.

ખેડૂત

- દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- રસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના.

- કૃષિક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે.

માછીમાર

- માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે-માછીમારોનું રૂ.૩ લાખ સુધીનું દેવું માફ.

પર્યાવરણ સુરક્ષા

- 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષણમુક્ત બનાવવા સઘન પગલાં- તમામ નદીને પ્રદૂષણમુક્ત કરવા એક્શન પ્લાન.

વ્યાપાર-ઉદ્યોગ

- વીજળીના દર, પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટીરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે.

- ઈન્ક્મટેક્સની મર્યાદામાં પગાર/આવક ધરાવનારને વ્યવસાયવેરો માફ કરાશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

- કૃષિક્ષેત્રે 25 વર્ષની જરૂરિયાતોનું આયોજન.

- વીજળી ઉત્પન્ન કરી શકે એ માટે 2 KVની સોલર પેનલ સબસિડી.

લોકશાહી

- બિલ્કિસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે.

મોંઘવારી

શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર પ્રતિબંધ.

નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો.

રોજગાર

- સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના.

કલા-સંસ્કૃતિ-અસ્મિતા

- પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન:સ્થાપિત કરવામાં આવશે.

- વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે એ માટે પ્રયાસ.

અન્ય સમાચારો પણ છે...