તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનના ત્રીજા તબક્કો ચાલે છે ત્યારે સામાન્ય પ્રજા તો પરંતું સત્તાધારી પક્ષ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરો પણ હવે પોતાની હૈયાવરાળ ઢાલવી રહ્યા છે. ભાજપ સાથે ભાઈપુરા વોર્ડમાં 30 વર્ષથી સંકળાયેલા અનુસૂચિત જાતિના કોષાધ્યક્ષે એક વીડિયોમાં સહાય ન મળતી હોવાનો રોષ ઠાલવ્યો હતો. જેને પગલે તેના અહેવાલ DivyaBhaskar પર પ્રકાશિત કરાતા કોંગ્રેસના ધમભાઈ પટેલ, ગણપત પરમાર સહિતના નેતાઓએ કલાભાઈ વઢિયારીને અનાજની કીટ અને આર્થિક સહાય આપી હતી.
કલાભાઈએ ખાવાના ફાંફા હોવાનું વીડિયોમાં કહ્યું
વીડિયોના માધ્યમથી પોતાની સ્થિતિ વિશે કલાભાઈએ જણાવ્યું છે કે, મારા ઘરે ખાવાના ફાંફા છે પણ કોઈ નેતા પૂછવા આવ્યા નથી. હું લોકોને મારી વાત કરું છું તો લોકો કહે છે. તમે ભાજપના નેતા છો, તમારી આવી હાલત છે.
ધારાસભ્યએ કીટ વિતરણ કરી તસવીરો ખેંચાવી
અમરાઈવાડીનાના ધારાસભ્ય જગદીશ પટેલે ગયા મહિને પોતાના મતવિસ્તારમાં બીજા લોકોને કીટ વિતરણ કરી તસવીરો પડાવી હતી પરંતુ તેમના જ પક્ષના કાર્યકરો ને ખાવાના ફાંફા પડી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં તેમની સામે રોષ જોવા મળ્યો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.