હે રામ...:કોંગ્રેસની દાંડીકૂચમાં હિંસા, મહિલા આગેવાનો-કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ધાનાણી-ચાવડા સહિત 50ની અટકાયત

અમદાવાદ7 મહિનો પહેલા
કોંગ્રેસનાં પ્રગતિ આહીર મહિલા પીએસઆઈના હાથમાંથી છટકીને આગળ વધી ગયાં હતાં.
  • કોંગ્રેસના પ્રગતિ આહીર મહિલા PSIના હાથમાંથી છટકીને આગળ વધી ગયાં
  • પોલીસે કોંગ્રેસને દાંડીકૂચ કાઢવાની મંજૂરી આપી નથી

એક તરફ નરેન્દ્ર મોદીએ દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ દાંડીયાત્રા કાઢવા પ્રયાસ કર્યો હતો. કોંગી નેતાઓ અને કાર્યકરોને કોંગ્રેસ ઓફિસ બહારથી જ પોલીસે અટકાવવાની શરૂઆત કરી હતી. જોકે પોલીસ તેમને અટકાવી શકી ન હતી. દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. છતાં કોંગ્રેસના કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતા. તેમાં પણ કોંગ્રેસનાં પ્રગતિ આહીર તો મહિલા PSIના હાથમાંથી છટકીને આગળ વધી ગયાં હતાં, જ્યારે પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત 50 કાર્યકરો અને નેતાઓની અટકાયત કરાઈ હતી.

ધાનાણી, ચાવડા, મોઢવાડિયા સહિતના નેતાઓની અટકાયત

જોકે બાદમાં પોલીસે અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, પૂંજાભાઈ વંશ, ડો.મનીષ દોશી, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહેલ, જશુભાઈ પટેલ અને ઈમરાન ખેડાવાલાની અટકાયત કરી હતી.

કોંગ્રેસના નેતાઓને નજરકેદ કર્યા હતા
આ પહેલાં સવારે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની રેલી શરૂ થાય એ પહેલાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષની દાંડીયાત્રા પરમિશન વગર કાઢતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના કાર્યકરો અને નેતાઓની કાર્યાલય બહારથી જ અટકાયત કરવા આવી હતી.

પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા.
પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા.

તંત્રએ કોંગ્રેસના આયોજન પર ઘોંસ બોલાવી
ગુજરાત કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાર્ ર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી. યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યાં હતાં એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે. દર વરસે કોંગ્રેસ દાંડીયાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતાં સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જોકે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ઘોંસ બોલાવી હતી.

કોંગ્રેસની નેતા પ્રગતિ આહીર રોડ પર જ બેસી ગઈ હતી.
કોંગ્રેસની નેતા પ્રગતિ આહીર રોડ પર જ બેસી ગઈ હતી.

અમિત ચાવડાએ રાજ્યપાલને લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતાં પત્ર લખ્યો છે. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે એ આવકાર્ય છે, પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પોતાના વડવાઓએ કરેલા સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજૂરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી.

ભાજપની દાંડીયાત્રા સામેના વિરોધમાં કાર્યકરો ભેગા કરવામાં કોંગ્રેસમાં તડાં
કોંગ્રેસમાં વિવાદ અંત લેવાનું નામ લેતો નથી. ભાજપની દાંડીયાત્રા સામે વિરોધમાં દરેક ઉમેદવાર 500 કાર્યકરોને લાવે તે મામલે કોંગ્રેસના જૂથોમાં ભારે હોબાળો થયો હતો. વિવાદ એટલો વકર્યો હતોકે, શહેર પ્રમુખે પોતાની ચેમ્બરમાં બંધ થઇ જવું પડ્યું હતું. મ્યુનિ.ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની દાંડીયાત્રાનો વિરોધ કરવા કાર્યકરો લાવવાનું કહેવામાં આવ્યું હતું.

રેલી પહેલાં કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરો.
રેલી પહેલાં કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરો.
કોંગ્રેસની રેલી પહેલાં જ ખડકાયેલો પોલીસકાફલો.
કોંગ્રેસની રેલી પહેલાં જ ખડકાયેલો પોલીસકાફલો.
અન્ય સમાચારો પણ છે...