પિતા બાદ હાર્દિક પટેલે દાદા ગુમાવ્યા:કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના દાદાનું અવસાન, ઉપવાસ પર ઉતરેલા પૌત્રને કહ્યું હતું મર્દનો દીકરો છે, ચોક્કસ સફળ થઈશ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલના દાદા નરસિંહભાઈ - Divya Bhaskar
હાર્દિક પટેલના દાદા નરસિંહભાઈ

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના દાદા નરસિંહભાઈ નારાયણભાઈ પટેલનું 86ની વયે અવસાન થયું છે. આ અંગે હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ લખી છે.

દાદા પણ ભગવાનની સેવા માટે અનંત યાત્રાએ નીકળી ગયા
હાર્દિક પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, એક ખેડૂત અને નીતિ, નિયતને મૂડી સમજી જીવન જીવનાર મારા પૂજ્ય દાદા નરસિંહભાઇ નારાયણભાઈ પટેલ આજે 86 વર્ષની વયે સ્વર્ગ લોક સિધાવ્યા છે. ભગવાન ને પ્રાર્થના કરું કે દાદાની પવિત્ર આત્માને શાંતિ અર્પે. કહેવત છે કે દાદા પૌત્રને ખુબ વ્હાલ કરે. મારા દાદાએ ઈમાનદારીથી ખેતીમાં મહેનત મજૂરી કરીને અમારા આખા પરિવારને સુખના સાથી બનાવ્યા. મેં જયારે મારા પિતાનો સાથ ગુમાવ્યો ત્યારે મને એમ હતું કે મારા બાપાના બાપા છે ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી, પરંતુ આજે દાદા પણ ભગવાનની સેવા માટે અનંત યાત્રાએ નીકળી ગયા.

ગામડાનું ઘર સૂનું થઇ ગયું
હું જ્યારે ઉપવાસ પર ઉતાર્યો ત્યારે મારા દાદા મને મળવા આવ્યા હતા અને એટલું કહ્યું હતું "મર્દનો દીકરો છું, લોકહિતના કામે નીકળ્યો છું, ચોક્કસ સફળ થઈશ, હિમ્મત હારતો નહિ"ફરી એક વાર દાદાના ચરણોમાં વંદન, ગામડાનું ઘર સૂનું થઇ ગયું.

4 મહિના પહેલા કોરોનામાં પિતા ગુમાવ્યા હતા
4 મહિના પહેલા હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું હતું. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...